Gujarat

વડોદરામાં કોર્પોરેશન દ્વારા દૂર કરવામાં આવેલા ઝૂપડાવાસીઓનો પાંચ વર્ષથી રઝળપાટ

વડોદરા
શહેરના વાઘોડિયા રોડ ખાતે આવેલ મધુનગર વસાહતના વિસ્થાપિતોનો મોરચો વધુ એક વખત બાકી ભાડા તથા વહેલી તકે આવાસ ફાળવણી અંગેની રજૂઆત માટે કોર્પોરેશનની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે પહોંચ્યો હતો. વિસ્થાપિતોએ વહેલીતકે પ્રશ્ન હલ કરવામાં નહીં આવે તો ઉગ્ર આદોલનની ચિમકી ઉચ્ચારી છે. નોધનિય છે કે કોર્પોરેશન દ્વારા પાંચ વર્ષ પહેલાં ઝૂપડાવાસીઓ દૂર કરવામાં આવ્યા હતા. શહેરના વાઘોડિયા રોડ ખાતે આવેલ મધુનગર વસાહતનું વડોદરા કોર્પોરેશનએ વર્ષ ૨૦૧૭ દરમિયાન ડીમોલેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન ૬૧ આવાસોના લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજના ઘર અંતર્ગત પાંચ વર્ષનો સમયગાળો વિતવા છતાં હજુ સુધી આવાસો મળ્યા નથી. પરિણામે બે ઘર લોકોને ઘર આપવાના તંત્રના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. તેમાંય ખાસ કરીને ભાડા મુદ્દે વિસ્થાપિતોને ટળવળવાનો વખત આવ્યો છે. છેલ્લા એક વર્ષથી ભાડું ન મળ્યું હોવાની રજૂઆત સાથે સ્થાનિકોનો મોરચો કોર્પોરેશનની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે પહોંચ્યો હતો. જ્યાં મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર થકી બાકી ભાડું આપવા, વહેલીતકે આવાસની ફાળવણી કરવા અને મોંઘવારીના સમયમાં ભાડું વધારવા મુદ્દે રજૂઆત કરી હતી. સાથે આવાસ નહીં મળવાના કારણે ભાડાના ઘર અને આર્થિક પરિસ્થિતિ અંગે વેદના વ્યક્ત કરી હતી. સરકારી આવાસ યોજના તાંદલજા હોય , કલ્યાણનગર હોય કે પછી મધુનગર હોય સમયસર ભાડું નહીં મળવાની સાથે આવાસોની ફાળવણી સમયસર થઈ નથી. પરિણામે લોકો હાલાકી ભોગવતા તંત્રની બેદરકારી કહી શકાય તેમ છે. આમ, ભાડું સમયસર મળવા સાથે વહેલી તકે આવાસની ફાળવણીની રજૂઆત અર્થે મોરચો મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત અર્થે પહોંચ્યો હતો. અગાઉ પણ વિસ્થાપિતોએ આ બાબતે તંત્રને રજૂઆત કરી હતી હવે જાેવું રહ્યું કે તેઓની સમસ્યાનું નિરાકરણ ક્યારે આવે છે.

File-02-Page-24.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *