વડોદરા
વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં એક યુવકે દારૂના નશામાં પોતાના પરિચિતને ફોન કરી કહ્યું હતું કે. હું આ દુનિયાથી જાઉ છું. જેથી આ અંગે પરિચિતે પોલીસને જાણ કરતા પોલીસે નશામાં રહેલા યુવકની ધરપકડ કરી હતી. પોલીસ પહોંચી તો યુવક નશાની હાલતમાં હતો વડોદરા કંટ્રોલ રૂમને એક વકીલે ફોન કર્યો હતો કે, તેમને ફતેગંજ સ્કૂલ પાછળ આવેલ ઉર્મિ એપાર્ટમેન્ટમાં રહેતા રાજુ નાયરે ફોન કરીને જણાવ્યું છે કે “આ દુનિયાથી જાઉ છું.” આ કોલ મળતા પોલીસનો કાફલો ઉર્મી એપાર્ટમેન્ટ ખાતે દોડી ગયો હતો. જાે કે, પોલીસ ત્યાં પહોંચી તો વચ્છરાજ ઉર્ફે રાજુ બાલાકૃષ્ણ નાયર નશાની હાલતમાં હતો. જેથી પોલીસે બ્રિથ એનેલાઇઝરથી તેની તપાસ કરતા યુવક દારૂના નશામાં જણાયો હતો. જેથી પોલીસે તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે. ૩ દિવસ પહેલા જ વડોદરાના બાપોદ વિસ્તારમાં એક મહિલાએ પોલીસ કંટ્રોલમાં ફોન કર્યો હતો કે, સાહેબ ન્યુ વીઆઇપી રોડ ખોડિયારનગર ત્રણ રસ્તા વ્રજધામ સોસાયટી સામે મારો પતિ દારૂ પીને મને માર મારે છે. જેથી બાપોદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. મહિલાના દારૂડિયા પતિ દિનેશભાઇ સોમાભાઇ ડાભી (રહે. ખોડિયારનગર, વડોદરા)ને નશાની હાલતમાં ઝડપી લીધો હતો.