વડોદરા
વડોદરાના તત્કાલીન કલેક્ટર આર.બી. બારડની બદલી થતાં તેમના સ્થાને એ.બી. ગોરની નિમણૂક કરવામાં આવી હતી. એ.બી. ગોરે ઉત્તરાયણ બાદ કમૂરતા ઉતરતા આજે સવારે ૧૧ વાગ્યેને ૧૦ મિનિટે ચાર્જ સંભાળ્યો હતો. તેઓ કોઇપણ પ્રકારના સ્વાગત કાર્યક્રમ વિના સરકારી ગાડીમાં સીધા કલેક્ટર આફિસ પહોંચ્યા હતાં અને પોતાની ઓફિસમાં ગયા હતાં. રાજ્ય અને શહેરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે માસ્ક અને વેક્સિન મોટું હથિયાર છે. જેથી કોરોનાની ગાઇડલાઇનને અનુસરતા ચાર્જ સંભાળી રહેલા કલેક્ટર એ.બી.ગોરે પત્રકારોને માસ્ક પહેરીની જ સંબોધન કર્યું હતું. તેમણે માસ્ક ઉતારીને ફોટો પડાવવા માટે પણ ઇનકાર કર્યો હતો સરકાર દ્વારા નિશ્ચિત કરેલા વિકાસના કામો પર વડોદરા આગળ વધે અને પ્રગતિના પંથે વડોદરાને લઇ જઇએ એવી મારી શુભકામનાઓ છે.વડોદરાના નવનિયુક્ત કલેક્ટર એ.બી. ગોરે આજે સવારે ચાર્જ સંભાળ્યો હતો. તેઓ સવારે ૧૧ વાગ્યેને ૧૦ મિનિટે ઓફિસ પહોંચી ગયા હતાં. કોરોનાની ગાઇડલાઇનનો અમલ કરતા તેમણે માસ્ક ઉતારી પત્રકારોને સંબોધન તેમજ ફોટો પડાવવાનો પણ ઇન્કાર કર્યો હતો.
