વડોદરા
વડોદરા નજીક ભાયલી ગામ પાસે આવેલી ગ્રીનફિલ્ડ સોસાયટીમાં રહેતા અને ખાનગી ફાઈનાન્સ કંપનીમાં નોકરી કરતા વિશ્વકુમાર બાલક્રૃષ્ણ શાહે પ્રેમ લગ્ન કર્યાં હતા. અને સાંસારિક જીવનની શરૂઆત કરી હતી. દરમિયાન દંપતી વચ્ચે અવારનવાર ખટરાગ થતો હતો. બે માસ પહેલાં પત્ની પિયર ચાલી જતાં વિશ્વકુમારે ઉંદર મારવાના બિસ્કિટ ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આપઘાતનો પ્રયાસ કરનાર યુવાનને હાલ ગોત્રી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ બનાવ અંગે તાલુકા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પત્ની બે માસ પહેલાં પિયર જતી રહી છે અને ફોન કરી માનસિક ત્રાસ આપી રહી છે. પોલીસે વિશ્વકુમારની માહિતીના આધારે કાર્યવાહી હાથ ધરી છે.વડોદરાના ભાયલી ગામ પાસે રહેતા યુવાને પત્નીના માનસિક ત્રાસથી ઉંદર મારવાના બિસ્કિટ ખાઈને આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી છે. આ યુવાનને ગોત્રી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ બનાવ અંગે તાલુકા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
