વડોદરા
વડોદરા શહેરના માજલપુર વિસ્તારમાં જીતેન્દ્ર વાડીલાલ પરિવાર સાથે રહે છે. તેઓને જયદીપ ( રહે, ન્યુ.વી.આઈ.પી.રોડ) સાથે મિત્રતા હતી. જયદીપને વેપાર-ધંધા માટે નાણાંની જરૂરિયાત પડી હતી. જેથી સમય મર્યાદામાં નાણાં ચૂકવી દેવાની ખાતરી આપી જયદીપે જીતેન્દ્રભાઈ પાસેથી ૪ લાખ રૂપિયા લીધા હતા. અને તેની સામે કોરો ચેક આપી જણાવ્યું હતું કે, ચેકની તારીખે બેંકમાં જમા કરાવશો એટલે તમને નાણા મળી જશે. જે ચેક બેંકમાં જમા કરાવતા રિટર્ન થયો હતો. જે અંગેની જાણ જયદીપને કરવા છતાં કોઈ પ્રકારનો રીપ્લાય આપ્યો ન હતો. પરિણામે જીતેન્દ્રભાઈએ વકીલ પ્રકાશભાઈ ઠક્કર મારફતે ડિમાન્ડ નોટિસ પાઠવી હતી. તેનો પણ જયદીપભાઈએ કોઈ જવાબ આપ્યો ન હતો. જેથી જીતેન્દ્રભાઈએ જયદીપભાઇ વિરુદ્ધ ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રૂમેન્ટ એક્ટની કલમ ૧૩૮ તથા ૧૩૯ મુજબ ફરિયાદ નોંધાવી હતી. જે અંગેના કેસની ૩૩માં એડિ. ચીફ. જ્યુડિ.મેજીસ્ટ્રેટ મોહંમદ ઝૈદ એમ. કુરેશીની અદાલતમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં ફરિયાદી તરફે વકીલ પ્રકાશ એસ. ઠક્કરે દલીલો કરી હતી. બંને પક્ષોની દલીલો અને મૌખિક તથા દસ્તાવેજી પુરાવાની ચકાસણી બાદ અદાલતે નોંધ્યું હતું કે, ફરિયાદી પક્ષના વકીલે દલીલ કરી છે કે, બચાવ પક્ષે ચેકની સહી સંદર્ભે કોઈ તકરાર લીધી ના હોય તો ચેક કાયદેસરના દેણાની જવાબદારી પેટે અપાયો હોવાનું સાબિત થાય છે. ફરિયાદી પક્ષની દલીલો ખોટી હોવાનો સ્પષ્ટ પુરાવો બચાવ પક્ષે રજૂ કર્યો નથી. ચેક રિટર્ન થતાં આરોપીને સમયસર નોટિસની બજવણી થઈ છે. ગુનો બનવા માટેના જરૂરી તત્વો ફરિયાદી પક્ષ સાબિત કરી શક્યું છે. જે ફરિયાદીની તરફેણમાં અને આરોપીની વિરુદ્ધમાં છે. આરોપીને અદાલતે દોષિત ઠેરવી એક વર્ષની સાદી કેદ અને ફરિયાદીને વળતર પેટે છ ટકા વ્યાજ સાથે ચાર લાખ રૂપિયાની રકમ ચૂકવવા હુકમ કર્યો હતો. સાથે આરોપી વોન્ટેડ હોય વોરંટ કાઢવાનો પણ આદેશ કર્યો હતો.વડોદરામાં ધંધા માટે મિત્ર પાસેથી ચાર લાખ રૂપિયા લીધા બાદ રૂપિયા નહીં ચૂકવી ડિમાન્ડ નોટિસની અવગણના કરનાર આરોપીને અદાલતે દોષિત ઠેરવી એક વર્ષની સાદી કેદ અને ફરિયાદીને વળતર પેટે છ ટકા વ્યાજ સાથે ચાર લાખ રૂપિયાની રકમ ચૂકવવા હુકમ કર્યો હતો. સાથે આરોપી વોન્ટેડ હોય વોરંટ કાઢવાનો પણ આદેશ કર્યો હતો. આરોપીએ ચેકની તારીખે બેંકમાં જમા કરાવશો એટલે તમને નાણા મળી જશે. જે ચેક બેંકમાં જમા કરાવતા રિટર્ન થયો હતો.


