Gujarat

વડોદરામાં હરિજ્યંતીમાં સોખડાના બંને સ્વામી એકસાથે બેઠા

વડોદરા
શ્રી સ્વામિનારાયણનો ૨૪૧મો પ્રાદુર્ભાવ દિવસ અને હરિધામ મંદિરમાં બિરાજમાન શ્રી ઠાકોરજીનો ૪૧મો પ્રાણપ્રતિષ્ઠા દિવસ હોવાથી ૧૦ એપ્રિલના રોજ હરિધામ મંદિર ખાતે શ્રી હરિ જયંતિ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૩ હજાર જેટલા હરિભક્તો કાર્યક્રમમાં હાજરી આપી હતી. ઉત્સવમાં સ્ટેજ ઉપર પ્રેમસ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી બંને સાથે બેઠેલા જાેવા મળ્યા હતા. આ કાર્યક્રમ માટે જિલ્લા પોલીસે ૨૦૦ લોકોની જ મંજૂરી આપી હતી, પરંતુ છેલ્લી ઘડીએ ત્યાગ સ્વામીએ કલેક્ટરને પત્ર લખીને ૧ હજારની મંજૂરી મેળવી હતી. નકારાત્મક બાબતોને જીવનમાં સ્થાન નથી આપવું. સ્વામીજીનું ગમતું તે જ આપણું જીવન બને તે માટે પ્રાર્થના કરતા રહેવું છે. પ્રબોધ સ્વામીએ તેમના ઉદબોધનમાં ભગવાન સ્વામિનારાયણના ભક્તોના જીવન પ્રસંગો વણી લીધા હતા તો સાથે સાથે હરિપ્રસાદ સ્વામીજીના જીવન પ્રસંગો વર્ણવ્યા હતા. ઉજવણીનો પ્રારંભ સવારે સાડા સાતે શ્રી ઠાકોરજીની મહાપૂજા સાથે થયો. આ દરમિયાન દર વર્ષની પરંપરા પ્રમાણે શ્રી ઠાકોરજી પર પંચામૃત અને કેસર ચંદન મિશ્રિત પવિત્ર તીર્થજળોનો અભિષેક કરવામાં આવ્યો. ઉજવણીના પ્રારંભે પ્રેમસ્વરૂપ સ્વામી તેમજ સંતવલ્લભ સ્વામી, પ્રબોધ જીવન સ્વામી સહિતના વડીલ સંતોએ શ્રી ઠાકોરજી પર અભિષેક કરીને સ્નાન કરાવ્યા બાદ ચંદનથી પૂજન કર્યું હતું. પ્રબોધમ ગ્રૂપના અંબરીશો અને હરિભક્તોને સોખડા ખાતે આયોજીત શ્રી હરિ જયંતી ઉત્સવમાં છેલ્લે છેલ્લે આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેથી પ્રબોધમ ગ્રૂપના ભક્તોએ આ કાર્યક્રમમાં હાજરી આપી ન હોવાનું જણાવ્યું હતું.

Premaswaroop-Swami-and-Prabodh-Swami-sat-together-on-the-stage.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *