Gujarat

વડોદરામાં ૧૫૯મી સયાજી જન્મજ્યંતિ પ્રંસગે ૪૯મા બાળ મેળાની શરૂઆત કરાઈ

વડોદરા
વડોદરા મહાનગર પાલિકાના મેયર કેયુર રોકડિયાએ સયાજીબાગમાં ૧૫૯મી સયાજી જન્મ જયંતિ પ્રસંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આયોજિત અને એ મહાન રાજવીને સમર્પિત ૪૯માં બાળ મેળાની શરૂઆત કરાવી હતી. આ પ્રસંગે સમિતિના અધ્યક્ષ હિતેશ પટણી અને સમિતિ સદસ્યોની ઉપસ્થિતિ રહ્યા હતા. બાળ મેળાનું સંચાલન બાળ સંચાલક મંડળ જ કરે છે. આ વર્ષે આઝાદી કા અમૃત મહોત્સવને હાર્દમાં રાખીને આ મેળામાં વિદ્યાર્થીઓની શક્તિનો વિનિયોગ કરીને ૩૧ શૈક્ષણિક અને ૧૨૦ સાંસ્કૃતિક પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા છે. તેની સાથે સાહસિક રમતો, આનંદ મેળો અને ફૂડ સ્ટોલ તેને આકર્ષક બનાવે છે. વિઝનરી મહારાજા સયાજીરાવ ગાયકવાડે વડોદરાને અઢળક આપ્યું છે અને વર્તમાન વડોદરાના ઘડતરનો મજબૂત પાયો નાખ્યો છે. ભૂગર્ભ ગટર વ્યવસ્થા, ભૂગર્ભ જળ સંરક્ષણ, ઘેર ઘેર નળ દ્વારા પાણી, આજવા સરોવરનું નિર્માણ, મેડિકલ કોલેજ અને યુનિવર્સિટીની સ્થાપના જેવા તેમના પ્રદાન અમૂલ્ય છે. તેમણે સંગીત, કલા, સંસ્કૃતિ, સ્થાપત્ય અને શિક્ષણનો સમૃદ્ધ વારસો અને તમામ ક્ષેત્રોમાં નગરને કોઈ ખોટ ના લાગે તેવું પ્રદાન કર્યું છે. તેમણે નમૂનેદાર બાળ મેળાના આયોજન માટે સમિતિ પદાધિકારીઓ અને શિક્ષકોને અભિનંદન આપ્યા હતા. સમિતિનો બાળ મેળો વડોદરાના નગરજનો માટે અનોખું નજરાણું છે તેવી લાગણી વ્યક્ત કરતાં સમિતિ અધ્યક્ષ હિતેશભાઇ એ નગરજનો ને બાળ ગોપાળ સહિત તા.૧૩ મી સુધીમાં મેળાની મુલાકાત લેવા આમંત્રણ પાઠવ્યું હતું. આ પ્રંસગે સમિતિના ઉપાધ્યક્ષ ડો.હેમાંગ જાેશી અને મહાનુભાવો તથા બાળ સંચાલક મંડળના પ્રતિનિધિઓ તેમાં જાેડાયા હતા. શહેર પોલીસ કમિશનર ડો.શમશેરસિંઘ અને મહાનગર પાલિકાના કમિશનર શાલિની અગ્રવાલ તથા શાશનાધિકારી ચુડાસમા ઉપસ્થિત રહ્યાં હતાં.

31-educational-and-120-cultural-projects-were-presented-in-the-childrens-fair.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *