નડિયાદ
નડિયાદ પાસેથી પસાર થતા અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ચકલાસી ગામ નજીક એક ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેમાં વડોદરા તરફ જતા બે કાર અથડાઈ હતી. અહીયાંથી કાર નંબર (જીજે-૧૮-બીએલ-૬૦૦૧) પસાર થઈ રહી હતી. આ દરમિયાન આ કારને પાછળથી આવતી અન્ય એક કાર નંબર – જીજે-૦૧કેવાય-૨૨૦૧એ ટક્કર મારી હતી. આ અકસ્માતના બનાવમાં બંન્ને ગાડીને નુકસાન પહોંચ્યું હતું. તો ઉપરોક્ત નંબર (જીજે-૧૮-બીએલ-૬૦૦૧) કારના પાછળના ભાગનો લોચો વળી ગયો હતો. આ અકસ્માતમાં એકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે, જ્યારે ૫ લોકો ઘાયલ થતાં તેમને સારવાર માટે કરમસદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત બાદ થોડા સમય માટે અહીંયા ટ્રાફિકજામ પણ જાેવા મળ્યો હતો. ચકલાસી પોલીસે ઘટના સ્થળે દોડી જઇ વધુ તપાસ હાથ ધરી છે.ખેડા જિલ્લામાં અકસ્માતોની વણથંભી રફ્તાર અટકવાનુ નામ નથી લઈ રહી. નડિયાદ પાસેના અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે કાર પાછળ કાર અથડાતાં એકનું મોત નિપજ્યું છે. જ્યારે આ અકસ્માતના બનાવમાં ૫ વ્યક્તિઓ ઘાયલ થયા છે. હદ ધરાવતી પોલીસે ઘટનાસ્થળે દોડી આવી ફરિયાદના આધારે કાર્યવાહી આરંભી છે.
