Gujarat

વડોદરા નેશનલ હાઈવે પર દારૂ-બીયરનો જથ્થો ઝડપાયો

વડોદરા
જીએસટી ચોરી અટકાવવા માટે જીએસટી દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં ય્જી્‌ની ટીમ દ્વારા નેશનલ હાઇવે નં-૪૮ ઉપર સાંકરદા પાસે વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. દરમિયાન મહારાષ્ટ્ર પાસીંગની પસાર થતા ટેમ્પોને રોક્યો હતો. ટેમ્પોમાં તપાસ કરતા તેમાં સફેદ પાઉડરની બોરીઓ હતી. ય્જી્‌ની ટીમે ટેમ્પો ચાલક પાસે બીલો માંગતા ચાલક બીલો રજૂ કરી શક્યો ન હતો અને ગોળ-ગોળ જવાબો આપતા ય્જી્‌ ટીમને ટેમ્પો ચાલક ઉપર શંકા ગઇ હતી. દરમિયાન ય્જી્‌ની ટીમે ટેમ્પો ચાલકને વજન કાંટા ઉપર ટેમ્પો લઇ જઇ વજન કરાવવાનું જણાવતા ચાલક ય્જી્‌ની ટીમને ચકમો આપી ટેમ્પો સ્થળ પર મુકીને ફરાર થઇ ગયો હતો. ચાલક ફરાર થઇ જતાં ય્જી્‌ ટીમે ટેમ્પોમાં તપાસ કરતા તેમાં સફેદ પાઉડરની થેલીઓ નીચે વિદેશી દારૂ-બિયરની પેટીઓ જાેતા ચોંકી ઉઠ્‌યા હતા. તુરંત જ તેઓએ નંદેશરી પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને ટેમ્પો કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં સફેદ પાઉડર ભરેલી ૧૫૨ બોરીઓ મળી આવી હતી. બોરીઓ નીચે પોલીસે વધુ તપાસ કરતા વિદેશી દારૂની ૯૪૯૨ નંગ બોટલો તેમજ બીયરના ૧૨૦૦ ટીન મળી આવ્યા હતા. પોલીસે રૂપિયા ૧૨,૦૪,૮૦૦ની કિંમતનો વિદેશી દારૂ, રૂપિયા ૧,૨૦,૦૦૦ની કિંમતની બિયરનો જથ્થો અને રૂપિયા ૪ લાખની કિંમતનો ટેમ્પો મળી કુલ રૂપિયા ૧૭,૪૭,૬૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. નંદેશરી પોલીસે જી.એસ.ટી. વિભાગની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચે માહિતીના આધારે કન્ટેનરમાં લઇ જવાતો વિદેશી દારૂનો જંગી જથ્થો નેશનલ હાઇવે-૪૮ ઉપર કરજણ ભરથાણા ટોલનાકા પાસે વોચ ગોઠવી ઝડપી પાડ્યો છે. જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચે સુરત તરફથી આવી રહેલા કન્ટેનરને રોકી કન્ટેનર, વિદેશી દારૂ, મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા ૧૩,૦૪,૨૦૦નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. પોલીસે દારૂના મુદ્દામાલ સાથે ફહીમ મહેંદીખાં હસન (રહે. ઉત્તરપ્રદેશ), ની ધરપકડ કરી હતી. પોલીસે તેની પૂછપરછ કરતા તેણે આ વિદેશી દારૂનો જથ્થો બિસ્નોઇ અને રાજુ નામના શખ્સે ભરાવ્યો હોવાનું જણાવ્યું હતું. એલ.સી.બી.એ આ બનાવ અંગે કરજણ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. કરજણ પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. જીએસટી ચોરી અટકાવવા માટે નેશનલ હાઇવે ઉપર વાહન ચેકિંગ કરી રહેલી ય્જી્‌ ટીમે સફેદ પાઉડરની આડમાં લઇ જવાતો વિદેશી દારૂ-બિયર મળીને કુલ રૂપિયા ૧૭.૪૭ લાખની કિંમતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. ય્જી્‌ ટીમે ટેમ્પો ચાલકને ટેમ્પો વજન કાંટા ઉપર લઇ જવાનું જણાવતા ચાલક સ્થળ પર ટેમ્પો મુકીને ફરાર થઇ ગયો હતો. ય્જી્‌ દારૂ-બીયરનો જથ્થો ભરેલી ટેમ્પો નંદેશરી પોલીસના સોંપતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

13.25-lakh-liquor-beer-liquor-seized.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *