Gujarat

વન અધિકારીઓ ત્રાસ આપે છે ઃ ડાંગના પૂર્વ ધારાસભ્યનો આક્ષેપ

નવસારી
ડાંગ જિલ્લો વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહેવા પામ્યો છે, જેમાં અનેક વખત ચૂંટાઈને આવેલા મંગળ ગાવિતનું ડાંગમાં સારુંએવું વર્ચસ્વ છે. કોંગ્રેસ પાર્ટી દ્વારા તેમની અવહેલના થતાં તેમણે ગત વિધાનસભા પહેલાં કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપની કંઠી ધારણ કરી હતી. ત્યારે ભાજપે પણ તેમને જિલ્લા પંચાયતના પ્રમુખ હાલમાં બનાવ્યા છે. મંગળ ગાવિતની આત્મહત્યાની ચીમકીની વાતથી ડાંગના હિલ સ્ટેશન જેવા ટાઢા માહોલમાં રાજકીય ગરમાવો આવ્યો છે.ડાંગના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય અને હાલના ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ મંગળ ગાવિતે આત્મહત્યાનો પ્રયાસ કર્યાના સમાચાર સામે આવ્યા છે. વઘઇ-સાપુતારા માર્ગ પર સામગહાન નજીક મંગલ ગાવિતની હોટલનું કામ કાર્યરત છે, જેમાં વન વિભાગના અધિકારીઓ દ્વારા ૨ માસ પૂર્વે દંડાત્મક કાર્યવાહી બાદ પણ વારંવાર સ્થળ પર કાયદાકીય ગૂંચ ઊભી કરીને કોઈ ને કોઈ રીતે કામ અટકે તેવા પ્રયાસો અનેક વખત થતાં આ સમગ્ર મામલે માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ મંગલ ગાવિત દ્વારા કરવામાં આવી છે, જેમાં તેમણે અધિકારીઓ સમક્ષ જ ગળાફાંસો લેવાની વાત ઉચ્ચારતાં અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. જંગલની જમીન પર કબજાે કર્યો હોવાનું જણાવી વન વિભાગ દ્વારા અવારનવાર હેરાનગતિ કરાતાં પંચાયત-પ્રમુખે ગળાફાંસો ખાવાની તૈયારી બતાવી હતી. સ્થળ વિઝિટ પર આવેલા અધિકારીઓ સામે જ સ્થળ પર ફાંસો ખાવાની વાત કરતાં વન વિભાગના અધિકારીઓ સ્થળ છોડી જતા રહ્યા હતા.

Former-MLA-Mars-Gavit.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *