સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા વોર્ડ નંબર ૫ હાથસણી રોડ તવકલ સોસાયટીની બાજુમાં ભઠા વિસ્તાર ઠાકર વાડી વિસ્તારમાં વર્ષોથી પાણીનો પ્રશ્ન સતાવતો હતો. તે સંદર્ભે આ વિસ્તારના જાગૃત પતિ કાઉન્સિલર આલ કરશનભાઈ ભુરાભાઈ રબારીને જાણ કરતા તેઓશ્રીએ સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ પતિ રાજુભાઈ દોશીને આ સમસ્યાની જાણ કરતાં યુદ્ધના ધોરણે આ વિસ્તારમાં તાત્કાલિક ૬૦૦ ફૂટ ૧૦ કે.જી. લાઈન નાખી આ વિસ્તારના પાણીનો પ્રશ્ન કાયમી ધોરણે હલ કરેલ છે. આ વિસ્તારના લોકોએ જાગૃત નગરપાલિકા પતિ સદસ્ય આલ કરશનભાઈ બી રબારી, સાવરકુંડલા નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબશ્રી, સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખપતિ શ્રી રાજુભાઈ દોશી, ઉપપ્રમુખ શ્રી જયસુખભાઈ નાકરાણી તેમજ વોટરવર્કસ શાખાના અશ્વિનભાઈ સમેત તમામનો હાર્દિક આભાર માનેલ. આમ વર્ષોથી સતાવતો પાણીના પ્રશ્નનનું નિરાકરણ થતાં અહીંના સ્થાનિક રહીશોએ હાશકારો અનુભવ્યો છે.


