Gujarat

વલસાડમાં દારૂ ભરેલી કાર સાથે એક ઈસ્મને ઝડપી પાડતી એલસીબી પોલીસ

વલસાડ
વલસાડ એલસીબીની ટીમ પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમિયાન એલસીબીની ટીમને મળેલી બાતમીના આધારે એક કાર્ડ નંબર (જીજે-૧૫-સીએફ-૨૫૧૧)માં દમણથી દારૂનો જથ્થો ભરી સુરત તરફ જઇ રહ્યા હોવાની બાતમી મળી હતી. મળેલી બાતમીના આધારે એલસીબીની ટીમે ગુંદલાવ ચોકડી પાસે બાતમી વાળી કારની વોચ ગોઠવી હતી. જે દરમિયાન બાતમી વાળી કાર આવતા કારને અટકાવવાનો ઈશારો કરતા કારના ચાલકે પકડાઈ જવાની બીકે કારને પૂર ઝડપે આગળ હંકારી મુકી હતી. એલસીબીની ટીમે કારનો ફિલ્મી ઢબે પીછો કરી સરોધી હાઇવે ઉપર કારને અટકાવી ચેક કરતા કારમાં બનાવેલા ચોર ખાનામાંથી ૧૪૦ બોટલ દારૂનો જથ્થો એલસીબીની ટીમ ને મળી આવ્યો હતો. પોલીસે દારૂના જથ્થા સાથે કારનો ચાલક વિનોદ પ્રવીણભાઈ પટેલની અટકાયત કરી પ્રાથમિક પૂછપરછ કરતા આ જથ્થો સુકલો નામના ઈસમે ભરાવી આપ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે દારૂનો જથ્થો કાર અને મોબાઇલ મળી કુલ ૫.૫૪ લાખનો મુદ્દામાલ કબજે કરી દારૂ ભરાવનાર સુકલો નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી વલસાડ રૂરલ પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.વલસાડના ગુંદલાવથી દારૂ ભરેલી કાર પોલીસે ઝડપી પાડી છે. કારમાં બનાવેલા ચોર ખાનામાંથી ૧૪૦ બોટલ દારૂનો જથ્થો સાથે પોલીસે એક શખ્સને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત ઉમરગામ જીઆઈડીસી રોડ ઉપર એક મોપેડ ઉપર અને દહેરી ખાતે એક બુટલેગરના ઘર આગળ ઝાડીઓમાં સંતાડી રાખેલો ૩૩૧ બોટલ દારૂના જથ્થા સાથે ૧ ને ઝડપી પાડ્યો હતો. જ્યારે ૧ મહિલા સહિત ૨ વોન્ટેડ જાહેર કરાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *