Gujarat

વલસાડમાં પેટ્રોલીંગ વાનને કન્ટેનર ચાલકે ટક્કર મારી

વલસાડ
લ્હો બોલો… પોલીસની ગાડીને જ ટક્કર… વલસાડ રૂરલ પોલીસની પીસીઆર-૨ વાન ધમડાચી હાઇવે ઉપર પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમ્યાન સરોવર હોટલ પાસે સુરત તરફ જતા ટ્રેક ઉપર એક કન્ટેનર ચાલકે થર્ડ ટ્રેક ઉપર એસીટોન કેમિકલ ભરીને અંકેશ્વર જીઆઈડીસી જતો હતો જે દરમ્યાન ઓવરટેક કરવાની લાયમાં પીસીઆર વાનને ટક્કર મારી હતી. ઘટનામાં કોઈ જાન હાનિ કે પોલીસ જવાનોને ઇજાઓ પહોંચી ન હતી. વલસાડ રૂરલ પોલીસ મથક હદ વિસ્તારમાં કાયદો અને સુરક્ષાના પાલન માટે વલસાડ રૂરલ પોલીસ મથકની પીસીઆર વાન ન. જીજે-૧૫-જીએ-૦૩૧૨ ઉપર પોલીસ જવાનો પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ધમડાચી પીરું ફળીયા સરોવર હોટલ પાસે હાઇવે ઉપર થર્ડ ટ્રેક ઉપર ચાલતી પીસીઆર વાનને મુંબઈથી એસીટોન ભરીને એક કન્ટેનર ન. એમએચ-૪૩-બીપી-૮૪૯૨ માં એસીટોન કેમિકલ ભરીને અંકલેશ્વર જઈ રહ્યો હતો. જેનો ચાલક અબુ સીફુયાન યાર મહમદ ખાને અન્ય વાહનોને ઓવરટેક કરવાના ચક્કરમાં વલસાડ રૂરલ પોલીસની પીસીઆર વાનને કટ મારી અકસ્માત સર્જ્‌યો હતો. પોલીસ પેટ્રોલિંગ કરી ગાડીને અકસ્માત થતા તાત્કાલિક ઘટના સ્થળે વાહન ચાલકો અને રાહદારીઓ દોડી આવ્યા હતા. ઘટનામાં પીસીઆર વાન ચાલક અને પેટ્રોલિંગ કરતા પોલીસ જવાનો ને કોઈ ઇજા પહોંચી ન હતી. વલસાડ રૂરલ પોલીસને ઘટનાની જાણ થતાં કન્ટેનર ચાલકની ધરપકડ કરી પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *