Gujarat

વલસાડમાં ભારે પવન સાથે વરસાદ પડતા ખેડુતોને કેરીના પાકમાં નુકશાનની ભીતી

વલસાડ
વલસાડ શહેરમાં સંભવિત વાવાઝોડાની અસર જાેવા મળી હતી, જેમાં શહેરમાં ભારે પવન ફૂંકાયો હતો, જેને લઈ અરપીએફ ગ્રાઉન્ડ આગળ આવેલા એક ઝાડની મહાકાય ડાળી તૂટી ગઈ હતી. ત્યારે ઝાડ નીચે પસાર થતી વીજલાઈન પર ડાળી પડતાં આજુબાજુના ૪ વીજ પોલ અસરગ્રસ્ત બન્યા હતા. જેથી વીજપ્રવાહ ખોરવાતાં આજુબાજુના વિસ્તારમાં અંધકાર છવાયો હતો.હવામાન ખાતાની આગાહીને પગલે સમગ્ર રાજ્ય સહિત વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. જિલ્લા સહિત સમગ્ર રાજ્યભરમાં ભારે પવન ફૂંકાયો હતો. તો વલસાડ શહેરમાં ધોધમાર વરસાદ જાેવા મળ્યો છે. વલસાડ શહેરમાં વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આકાશમાં કાળાં ડિબાંગ વાદળો અને ધોધમાર વરસાદને પગલે લોકોને આંશિક રાહત મળી છે. જાેકે આ પ્રી-મોન્સૂન એક્ટિવિટીને પગલે જિલ્લાના ખેડૂતોને કેરીના પાકમાં નુકસાનની ભીતિ સતાવી રહી છે. ત્યારે ધોધમાર વરસાદને લઈને શહેરના રસ્તાઓ પર પાણી પાણી થઈ ગયું હતું. નોકરી-ધંધા પર નીકળેલા લોકો પણ અચાનક વરસાદ પડતાં ભીંજાયા હતા. ત્યારે નોંધનીય છે કે વલસાડ જિલ્લામાં વરસાદની સાથે સાથે ભારે પવન પણ ફૂંકાઇ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *