વલસાડ
વલસાડના ધરમપુરના ધામણી ગામમાં ૨જી ફેબ્યુઆરીની રાત્રીએ બીલપુડીના ડીજે કિંગ નામના ડીજે સંચાલકે ૪થી ફેબ્યુઆરીએ તેમની યુટ્યુબ ચેનલ ઉપર વીડિયો શેર કરી આગામી લગ્ન સીઝનમાં ડીજેના ઓડર મેળવવા માટે વીડિયો પોસ્ટ કર્યો હતો. ધરમપુર અને વલસાડ જિલ્લામાં વીડિયો વાઈરલ થતા ધરમપુર પોલીસ દોડતી થઈ હતી. ધરમપુર પોલીસે ધામણી ગામના સરપંચ અને ડીજે સંચાલકની પ્રાથમિક પૂછપરછ કરતા ડીજે સંચાલકે આગામી લગ્ન સીઝનમાં લગ્નના ઓડર મેળવવા માટે ખોટી તારીખ લખીને વીડિયો પોસ્ટ કર્યો હતો. ધરમપુર પોલીસે ડીજે સંચાલકને ખોટી તારીખ લખીને વીડિયો શેર ન કરવા સમજ આપી હતી.વલસાડ જિલ્લામાં હાલ વલસાડ અને વાપી શહેરમાં રાત્રિ કફર્યૂનો અમલ છે. અન્ય તાલુકાઓમાં પણ કોવિડ ગાઈડલાઈન્સનું ચુસ્ત પાલન કરાવાઈ રહ્યું છે. એવામાં ધરમપુર તાલુકામાં એક લગ્નપ્રસંગે યોજાયા હોવાનો અને તેમાં ૪૦૦થી વધુ લોકો એકઠા થયા હોવાનો ડીજે સંચાલકે વીડિયો અપલોડ કરતા પોલીસ દોડતી થઈ હતી. પોલીસે ડીજે સંચાલકને બોલાવી પૂછપરછ હાથ ધરી હતી. ડીજે સંચાલકે લગ્નના ઓર્ડર મેળવવા માટે ત્રણ વર્ષ જૂનો વીડિયો નવી તારીખથી અપલોડ કર્યો હોવાની માહિતી આપી હતી.
