Gujarat

વલસાડ ડુંગરી બ્રિજ પાસેથી ૧.૨૦ લાખના દારૂ સાથે ૧ની ધરપકડ

વલસાડ
વલસાડ એલસીબીની ટીમને મળેલી બાતમીના આધારે એક ઇનોવા કાર નં. જીજે-૦૧-કેએલ-૦૫૭૦માં બનાવેલા ચોર ખાનામાં દમણથી દારૂનો જથ્થો ભરી અમદાવાદ તરફ જઈ રહ્યો હોવાથી બાતમી મળી હતી. મળેલી બાતમીના આધારે વલસાડ એલસીબીની ટીમે ડુંગરી બ્રિજ પાસે વોચ ગોઠવી હતી. જે દરમ્યાન બાતમીવાળી કાર આવતા કારને અટકાવી ચેક કરતા કારમાં બનાવેલા ચોર ખાનામાંથી ૨૭૪ બોટલ દારૂના જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સાથે મનીષ રોચલદાસ વાઘવાનીને દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. એલસીબીની ટીમને ૨૭૪ બોટલ દારૂ કિંમત રૂ. ૧.૨૦ લાખનો જથ્થો મળી આવ્યો હતો. તેમજ પોલીસે એક મોબાઇલ અને કાર મળી કુલ રૂ. ૬.૦૬ લાખનો મુદ્દામાલ કબજે કરી મનીષ વાઘવાનીની ધરપકડ કરી પ્રાથમિક પૂછપરછ હાથ ધરી હતી. તેણે જુના દમણથી દારૂનો જથ્થો વૃષભ ચૌહાણ નામના વ્યક્તિએ તેના સાગરીત સાથે કારમાં દારૂનો જથ્થો ભરાવી આપ્યો હોવાની કબૂલાત કરી હતી. સાથે અમદાવાદના નારોલ ગામ ખાતે વૃષભ ચૌહાણને જ પહોંચાડવાનો હોવાનો હોવાનું મનીષ વાઘવાનીએ પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું હતું. એલસીબીની ટીમે ડુંગરી પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ પારડી પીએસઆઈ બેરિયાને સોંપી છે. પોલીસે આરોપી અને મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.સમગ્ર રાજ્યમાં પોલીસે પ્રોહીબિશન ડ્રાઈવયોજી છે. જે અંતર્ગત વલસાડ એલસીબીની ટીમે બાતમીના આધારે ડુંગરી ઓવરબ્રિજ પાસેથી એક ઇનોવા કારને અટકાવી ચેક કરતા કારમાં બનાવેલા ચોર ખાનમાંથી ૨૭૪ બોટલ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. રૂ. ૧.૨૦ લાખનો દારૂનો જથ્થો અમદાવાદ નારોલ ગામ ખાતે પહોંચાડવાનો હોવાનું આરોપીએ જણાવ્યું હતું. એલસીબી દ્વારા કાર-દારૂનો જથ્થો મળી કુલ રૂ. ૬.૦૬ લાખનો મુદ્દામાલ કબ્જે કરી ડુંગરી પોલીસ મથકે ગુનો નોંધાવી આગળની તપાસ પારડી પોલીસ મથકના પીએસઆઈને સોંપવામાં આવી છે.

1.20-lakh-liquor-seized.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *