Gujarat

વલસાડ હાઈવે પરની હોટલમાં પાર્ક કરેલ કારમાં આગ લાગી

વલસાડ
મુંબઈના મીરા રોડ વિસ્તારમાં રહેતા હુસેન શેખ તથા તેમના પરિવાર પોતાની કાર નંબર એમએચ-૦૧-ડીપી-૨૨૧૮ને લઈ દિલ્હી ગયા હતા અને દિલ્હીથી મુંબઈ આવવા નીકળ્યા હતા. આ દરમિયાન વલસાડ નજીકના પારનેરા પારડી હાઇવેના સુગર ફેક્ટરી નજીક આવેલી એક હોટલના પાર્કિંગમાં કાર પાર્ક કરી આરામ કરવા માટે કાર ચાલુ રાખી પરિવારના ત્રણ સભ્યો ઊંઘી ગયા હતા. આ દરમિયાન કારના એન્જિનમાં આગ લાગી ગઈ હતી. જાેકે, કારમાં ઊંઘી રહેલા પરિવારના સભ્યોને ઘટનાની ભનક પણ આવી ન હતી. પરંતુ એક રાહદારીની નજર કારમાંથી નીકળતા ધુમાડા ઉપર પડતા તેમણે તાત્કાલિક કારમાં ઊંઘી રહેલા પરિવારના સભ્યોને જગાડી તમામને બહાર કાઢ્યા હતા. જેથી રાહદારીની સજાગતાને લઈને કારમાં સુતેલા પરિવારના સભ્યોનો આબાદ બચાવ થયો હતો. આ ઘટના અંગે વલસાડ ફાયર બ્રિગેડ અને વલસાડ રૂરલ પોલીસની ટીમને જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે ધસી આવી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. આ આગની ઘટનામાં કાર બળીને ખાખ થઈ ગઈ હતી અને કારની અંદર રાખેલા કપડાં તથા અન્ય સામાન પણ બળી ગયો હતો. જાેકે, આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.દિલ્હીથી મુંબઈ કાર લઇને જઈ રહેલા શેખ પરિવારના ત્રણ સભ્યો વલસાડ હાઇવેના પારનેરા સુગર ફેક્ટરી નજીક આવેલી હોટલ બહાર પાર્કિંગમાં કાર ચાલુ રાખી અંદર ઊંઘી રહ્યા હતા. આ દરમિયાન સર્વિસ રોડ પરથી પસાર થતા એક રાહદારીએ કારમાં આગ લાગી હોવાનું જાેતા તેમણે કારમાં સુતેલા સભ્યોને જગાડ્યા હતા. જેથી તાત્કાલિક તમામ સભ્યો કારમાંથી બહાર નીકળી જતા આબાદ બચાવ થયો હતો. આ ઘટના અંગે વલસાડ ફાયર અને વલસાડ રૂરલ પોલીસની ટીમને થતા તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જઈ આગને કાબુમાં લીધી હતી. જાેકે, આ ઘટનામાં કાર બળીને ખાખ થઇ ગઇ હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો.

A-parked-car-caught-fire.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *