Gujarat

વાંકાનેરની યુવતીને લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ આચરાતા ફરિયાદ

વાંકાનેર
સુલતાન નામના એક યુવાન સાથે થોડા દિવસો પૂર્વે તેનો સંપર્ક થયો હતો જે બાદ બંને મોબાઈલ પર અવાર-નવાર વાતચીત કરતા હતા જેમાં સુલતાને યુવતીને જન્મ તારીખ દાખલો, આધારકાર્ડ લઈને પોતાના ઘરેથી તેની સાથે આવી જવા કહેતા યુવતી આરોપી સુલતાન અને આરોપીનો મિત્ર નરેશ મોરબીના સામાકાંઠે પહોંચી બાદમાં માંડવી કચ્છની બસમાં બેસી માંડવી પહોંચ્યા હતા. દસ દિવસ રહ્યા હોય દરમિયાન આરોપીએ યુવતી સાથે ત્રણથી ચાર વખત શરીર સંબંધ બાંધ્યા હતા જે બાદમાં યુવતીએ આરોપીને લગ્નનું પૂછતાં આરોપીએ જણાવ્યું હતું કે, તેની માતાએ અન્ય કોઈ સમાજ સાથે લગ્ન કરીશ તો તને અપનાવીશું નહિ તેવું કહી લગ્ન કરવાની ના પાડી હતી. જે બાદ ભોગ બનનાર આરોપી સુલતાન અને તેનો મિત્ર નરેશ ત્રણેય માંડવીથી એસટી બસમાં બેસી મોરબી આવ્યા હતા. જે સમગ્ર મામલાની જાણ ભોગ બનનાર યુવતીએ તેની માતાને કરતા પોલીસ ફરિયાદ દાખલ કરતાં પોલીસે આરોપી સુલતાન વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.વાંકાનેર શહેરની રહેવાસી યુવતીને સુલતાન નામના શખ્સે લગ્નની લાલચ આપી, પ્રેમજાળમાં ફસાવી કચ્છના માંડવી ખાતે લઇ જઈ ત્રણથી ચાર વખત શરીર સંબંધ બાંધી બાદમાં લગ્ન માટે ઇનકાર કરી દગો આપતા આ બનાવમાં યુવતીએ આરોપી સામે વાંકાનેર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

The-lure-of-marriage-led-to-repeated-abuses-on-the-young-lady.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *