Gujarat

વાઈલ્ડ ડોગ, વરુ અને જંગલી રીંછની જાેડીઓ લાવવામાં આવી

ભરૂચ
કેવડિયા ખાતે ૩૭૫ એકરમાં બનેલા જંગલ સફારી પાર્કમાં દેશ-વિદેશના અનેક પશુ-પક્ષીઓ છે. તેમાં વધારો પણ કરવામાં આવ્યો છે. ત્યારે હાલમાં આ જંગલ સફારી પાર્કમાં વાઈલ્ડ ડોગ, વરુ અને જંગલી રિછ લાવવામાં આવ્યા છે. આ તમામ પ્રાણીઓને જાેડીમાં લાવવામાં આવ્યા છે. જંગલ સફારીમાં ત્રણ પ્રાણીઓના બચ્ચા અહીંયા આવી ગયા છે પરંતુ તેઓ પ્રવાસીઓ માટે હજુ આજે ખુલ્લા મૂકવામાં આવ્યા નથી. જ્યાં આ વન્ય જીવોને રાખવાના છે ત્યા રંગરોગાનથી અન્ય કામગીરી હાલમાં ચાલી રહી છે જેથી આ ત્રણેય પ્રાણીઓ હાલમાં અહીં ખુલ્લા વાતાવરણમાં ફરી રહ્યા છે. જાણે કે તેઓ અહીંયા આવતાની સાથે સેટ થઈ ગયા હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે.કેવડિયા ખાતે બનેલા જંગલ સફારી પાર્કમાં પ્રવાસીઓ માટે નવા આકર્ષણ લાવવામાં આવ્યાં છે. કેવડિયા જંગલ સફારી પાર્કમાં ત્રણ વન્યપ્રાણીઓની જાેડીઓ લાવવામાં આવી છે. આ જંગલ સફારી પાર્કમાં વાઈલ્ડ ડોગ, વરુ અને જંગલી રીંછને લાવવામાં આવ્યા છે. ત્યારે આ પ્રાણીઓ હાલમાં તો ખુલ્લા મૂકવામાં નથી આવ્યા પરંતુ પાંજરાથી લઈને અન્ય કામગીરી કરવામાં આવી રહી છે.

Pairs-of-wild-bears-were-brought.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *