Gujarat

વાગડોદમાં પ્રોહિબીશનના ગુનાના આરોપીની તપાસમાં ગયેલી પોલીસ સાથે ચાર વ્યક્તિઓએ બોલાચાલી કરી ધમકી આપી

પાટણ
સરસ્વતિ તાલુકાનાં વાગડોદ ગામે પ્રોહિબીશનનાં ગુનાના આરોપીની તપાસમાં ગયેલી વાગડોદ પોલીસ સ્ટેશનનાં કર્મચારીઓ ઉપર આરોપીના પરિવારજનોએ ઉશ્કેરાઇ જઇને તેમની સાથે બોલાચાલી કરી હતી. તેમજ ધમકીઓ આપી પોલીસને તેની સરકારી કામગીરીમાં અડચણરુપ બની હાની પહોંચાડી હતી. આ બનાવ અંગે પોલીસે ચાર વ્યક્તિ સામે વાગડોદ પોલીસ મથકે ફરિયાદ નોંધી હતી. આરોપી તેમનું બાઇક લઇને તેમનાં ઘરે આવ્યાં છે જે બાતમીના આધારે શૈલેષસિંહ અને અન્ય કોન્સ્ટેબલ બંને જણા તપાસ માટે તેમનાં ઘેર જતાં આરોપી ઘેર હાજર મળ્યા ન હોતા. પણ તેમનું બાઇક ઘરની આગળ પડેલું હતું. જે અંગે પોલીસે તેમને પૂછપરછ કરતાં ઘરનાં ચાર વ્યક્તિઓ ઉશ્કેરાઇ ગયા હતા અને પોલીસને ધમકીઓ આપી હતી. તેમજ બુમો પાડવા લાગ્યા હતા. આ બનાવ અંગે પોલીસે ચાર સામે ગુનો નોંધ્યો હતો.

File-02-Page-32.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *