Gujarat

વાપીના સલવાવ હાઈવે પર એક ટ્રકમાં અચાનક આગ લાગી

વલસાડ
વાપીના સલવાવ હાઈવે પર એક ટ્રકમાં અચાનક આગ લાગી હતી. જેને પગલે દોડધામ મચી હતી. સર્વિસ રોડ પર ઉભેલી ટ્રકની કેબિનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેથી ફાયરની ટીમને જાણ કરવામાં આવતા ફાયરની ટીમે આગ પર કાબુ મેળવી લીધો હતો. વલસાડ જિલ્લાના વાપીમાં આજે આગની ઘટના સામે આવી છે. જેમાં વાપીના સલવાવ હાઇવે પર સર્વિસ રોડ પર ઉભેલી ટ્રકની કેબિનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેથી દોડધામ મચી હતી. કેબિનમાં આગ લાગતા ટ્રક માલિકના મોટું નુકસાન પહોંચ્યું છે. આ આગની ઘટનાની જાણ ફાયરની ટીમને કરવામાં આવી હતી. જેથી ફાયરની ટીમે તાત્કાલીક પહોંચી આગ પર કાબુ મેળવી લીધો હતો. જેથી તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જાેકે, આ આગની ઘટનામાં હજુ સુધી જાનહાનિની કોઈ પણ માહિતી સામે આવી નથી. તેમજ આગ લાગવાનું કારણ પણ અકબંધ છે.

Page-32.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *