વલસાડ
વાપીના કોપરલી ચાર રસ્તા પાસે પીડબ્લ્યુડી સર્કિટ હાઉસ નજીક એક જીજે-૧૫-સીએ-૪૪૬૯ નંબરની મારુતિ વાનમાં અચાનક જ આગ લાગી હતી. જેથી ફાયર વિભાગની એક ટીમ ફાયર ટેન્ડર સાથે ઘટના સ્થળે પહોંચી હતી. વેનમાં ભીષણ આગ લાગી હોય તેની જ્વાળાઓ લબકારા મારતી હતી. જેના પર તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં કારમાં આગ લાગી તે પહેલા જ કાર ચાલક કાર પાર્ક કરીને બહાર નીકળી ગયો હતો. જેથી જાનહાનિ ટળી હતી. જાેકે, આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. વેનમાં સીએનજી કીટ હોય સીએનજીમાં સ્પાર્ક થવાથી આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ રજૂ કરવામાં આવ્યું છે. ટાઉન પોલીસ દ્વારા કારના માલિકની ઓળખ કરી આગ લાગવાનું સાચું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. કોપરલી ચાર રસ્તા પાસે પાર્ક કરેલી કારમાં અચાનક આગ લાગતા માર્ગ પર પસાર થતા વાહનચાલકોમાં અચરજ સાથે ગભરાટનો માહોલ ઉત્પન્ન થયો હતો.વલસાડ જિલ્લાના વાપી નગરપાલિકા વિસ્તારમાં પાર્ક કરેલી એક કારમાં અચાનક આગ લાગી હતી. જેથી માર્ગ પર પસાર થતા વાહનચાલકોમાં અચરજ સાથે ગભરાટનો માહોલ ઉત્પન્ન થયો હતો. જાેકે, વાપી નગરપાલિકાની ફાયરની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગણતરીની મિનિટોમાં પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.


