સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
કોરોના કાળ પહેલાં ચાલતી લોકલ ટ્રેનની સુવિધા છીનવાઈ.. જો કે આમ તો સરકારનું સૂત્ર છે લોકલ ફોર વોકલ. આત્મનિર્ભર ભારત.. એ વડીલ મુરબ્બી એ ટ્રેન માટે ન સમજવું. હાલના સમયમાં સાવરકુંડલા શહેરમાંથી પસાર થતી ટ્રેનોના લોકલ ટ્રેનના યાત્રી ભાડા કોને ખબર ક્યાં ગાયબ થઈ ગયા..?! હવે તો રેલ્વે ટિકિટના ભાવ પણ એક્સપ્રેસ જેવા થયાં..!! આમ ગણો તો ગરીબ વર્ગના મુસાફરો માટે તો હવે ટ્રેનમાં મુસાફરી કરવી વધુ મોંઘી બની.. જો કે સરકાર હવે રેલવેની કાયાપલટ કરવાની મથામણમાં છે એટલે ભાડું તો વધશે.. જરૂરી હોય અને પોસાય એમ હોય તો રેલવેની મુસાફરી કરવી.. નહિતર પ્રવાસ સ્થાનોના ફોટા જોઈને મુસાફરી કર્યાનો માનસિક આનંદ માનવો..!!!
