Gujarat

વિકાસયાત્રા અંતર્ગત પેવરબ્લોક, બોર, પાણીની પાઈપલાઈન, ભૂગર્ભ ગટર સહિતના કામોના લોકાર્પણો – ખાતમુહર્ત કરાયા

ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણી નિમિત્તે સમગ્ર દેશમાં ‘આઝાદીકા અમૃત મહોત્સવ’ ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલ વિકાસને લોકો સુધી પહોંચાડવાના પ્રયાસ રૂપે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે યાત્રા અંતર્ગત આ વિકાસ રથ આજે જામજોધપુર તાલુકાના ધ્રાફા, કોટડા બાવીસી, મહીકી, ગીંગણી, બાલવા, ચુર, વડવાળા, અમરાપર, પરડવા, પાટણ, માલવડા તથા વાલાસણ ખાતે આવી પહોંચતા ગ્રામજનો દ્વારા રથનું ઉષ્મા પૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત ઉપરોક્ત ગામોના લાભાર્થીઓને વિવિધ યોજનાઓના મંજૂરીપત્રો તથા કીટ આપીને લાભાન્વિત કરવામાં આવ્યા હતા તેમજ વિવિધ વિકાસકામોના લોકાર્પણ- ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં વાંસજાળિયા કુમાર શાળા ખાતે પેવરબ્લોકનું ખાતમુહૂર્ત, મહીકી ગામે બોર તથા પેવરબ્લોકનાં કામોનું લોકાર્પણ, સીદસર ખાતે પાણીની મેઈન પાઈપલાઈન તથા પૂર સંરક્ષણ દીવાલનું લોકાર્પણ, વાંસજાળિયા ખાતે પાણીની પાઈપલાઈન, કમ્પાઉન્ડ વોલનું ખાતમુહૂર્ત તથા પેવરબ્લોકનું લોકાર્પણ, જામવાડી ખાતે ટોયલેટ બ્લોક તથા પેવરબ્લોકનું ખાતમુહૂર્ત- લોકાર્પણ, ધુનડા, બગધરા તેમજ નરમાણા ખાતે પણ ભૂગર્ભ ગટર, પાણીની પાઈપલાઈન, બોર, વોટર પમ્પ, અવેડા, પેવરબ્લોક સહિતના વિકાસકામોના લોકાર્પણ- ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના સ્થળે લાભાર્થીઓને મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના, વહાલી દીકરી યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, પી.એમ. સ્વનિધિ યોજના, આયુષ્યમાન કાર્ડ સહીતના લાભો અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પૂર્વ મંત્રી શ્રી ચીમનભાઈ સાપરીયા, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી મમતાબેન સિંહોરા, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી હર્ષદીપભાઈ સુતરીયા, પૂર્વ મહામંત્રી શ્રી ચેતનભાઈ પડીવાર, જામજોધપુર માર્કેટિન્ગ યાર્ડના ડિરેક્ટર શ્રી ચીમનભાઈ વાછાણી, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી ગીરીશભાઈ ગરસર, સરપંચ શ્રી ચેતનભાઈ ભડાણીયા, શ્રી કૌશિકભાઈ રાબડીયા, શ્રી નરેન્દ્રભાઈ પડીવાર, શ્રી હેપ્પીબેન ભાલોડીયા તેમજ મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, ચીફ ઓફિસરશ્રી, નગરપાલિકા તથા ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓ તેમજ બહોળી સંખ્યામાં વિસ્તારના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *