આગામી તા.૧૫/૧૨/૨૦૨૨થી ૨૦/૧૨/૨૦૨૨, આમ કુલ ૦૬ દિવસ સુધી પોલીસ અધિક્ષકશ્રી, જામનગર હસ્તકની વિજરખી ફાયરીંગ રેંજમાં જામનગર જિલ્લાના પોલીસ અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ દ્વારા વર્ષ-૨૦૨૨ની વાર્ષિક ફાયરીંગ પ્રેક્ટિસ કરવાની હોવાથી જાહેરનામું બહાર પાડી આ દિવસો દરમિયાન જાહેર જનતાને આ વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર અધિનિયમની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે, તેમ શ્રી બી.એન. ખેર, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
