ચૂંટણીના દિવસો જેમ જેમ નજીક આવી રહયા છે તેમ તેમ રાજકીય પક્ષોની પોતાના પક્ષના ઉમેદવારને જીતાડવા માટેની પ્રચાર સભાઓ પુરજોશમાં થઈ રહી છે,ત્યારે રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લાની 137 -છોટાઉદેપુર બેઠકના ઉમેદવાર રાજેન્દ્ર રાઠવાના પ્રચાર અર્થે કેન્દ્રીય કૃષિ મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ તેજગઢ ખાતે એક સભા ગજવી હતી, મંત્રી રૂપાલાની સભામાં મોટી જનમેદની એકત્રિત થઈ હતી,વિધાનસભાના મોસ્ટ સિનિયર અને હાલના ધારાસભ્ય મોહનસિંહ રાઠવા કે જે થોડા દિવસ પૂર્વે કોંગ્રેસ છોડી ભાજપ માં જોડાયા છે તેમના પુત્ર આ બેઠક ઉપર ભાજપમાંથી ચૂંટણી લડી રહયા છે ત્યારે મોહનસિંહ રાઠવા પણ સભામાં ઉપસ્થિત રહયા હતા,પુરુષોત્તમ રૂપાલાએ સભામાં પોતાની આગવી શૈલીમાં પોતાનું વક્તવ્ય રજૂ કરી કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરવાની સાથે ભાજપ અને મોદી સરકારની ની સિદ્ધિઓ ગણાવી લોકોને ફરી ગુજરાતમાં ભાજપ જંગી બહુમતીથી સરકાર બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


