Gujarat

વિરપુરના ગેસ્ટહાઉસમાં પોલીસના દરોડા આધારપુરાવા વગર રૂમ ભાડે આપતા સંચાલક સામે ગુનો

યાત્રાધામ વિરપૂરમાં આવેલ ગેસ્ટ હાઉસમાં આધારપૂરાવા વગર રૂમ ભાડે આપતા હોવાની રાવ ઉઠતા ગ્રામ્ય પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને ગેરરિતી કરતા ગેસ્ટહાઉસ સંચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો હતો પોલીસની કાર્યવાહીથી અન્ય ગેસ્ટહાઉસ સંચાલકમાં ફફડાટ ફેલાયો છે.
રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક બલરામ મીણા સાહેબ તથા મદદનીશ પોલીસ અધિક્ષક સાગર બાગમાર સાહેબ નાઓએ આપેલ સુચના મુજબ વિરપુર (જલારામ) પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં 11213001220027/2022 આઇ.પી.સી કલમ 376,506(2) ના કામે વિરપુર ગોડલ રોડ જાનકી ગેસ્ટ હાઉસમા બનાવ બનેલ જે તપાસ સબબ ગેસ્ટ હાઉસની તપાસ કરતા ગેસ્ટ હાઉસ માલિકે પથિક એપ્લિકેશનમાં રજીસ્ટ્રેશન કર્યા વગર અને લાયસન્સ વગર અને મુસાફરોના કોઇ પણ આધાર લીધા વગર ચલાવતા હોય જેથી જાહેરનામા ભંગનો કેશ પી.એસ.આઇ એમ.ડી.મકવાણા દ્વારા કરાર્યો હતો.
વધુમાં વીરપુર પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી.એલ.ઝાલાએ જણાવ્યું હતું કે વિરપુરમાં આવેલ હોટેલો અને ગેસ્ટહાઉસના માલિકો દ્વારા જો પથિક એપ્લિકેશનમાં રજીસ્ટ્રેશન નહિ કરેલ હોય અને મુસાફરોના કોઈપણ આધાર વગર રૂૂમ આપશે તો તે હોટેલો અને ગેસ્ટહાઉસના માલિકો પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
પોલીસે બીપીનભાઈ ગાંડુભાઈ સાવલીયા જાતે પટેલ (ઉ.વ 41) ધંધો-વેપાર રહે વિરપુર ગોંડલ રોડ તા. જેતપુર જી.રાજકોટ વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે વિરપુરના ગેસ્ટહાઉસમાં ત્યકતા ઉપર દુષ્કર્મ ગુજારવામાં આવ્યો હતો.જેની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસ એકશનમાં આવી ગઈ હતી અને વિરપુરમાં આવેલા ગેસ્ટ હાઉસમાં દરોડા પાડવામાં આવ્યા હતા
હરેશ ભાલીયા જેતપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *