દરીયાઇ સુરક્ષા બાબતે પણ કોસ્ટગાર્ડ અને મરીન પોલીસ સાથે તૈનાત…..
ગિરગઢડા
ભરત ગંગદેવ..
બે વર્ષ ના કોરોના સમય બાદ આ વર્ષે ભકતો ઉમટી પડે તેવી શક્યતા …
પવિત્ર શ્રાવણ માસ ની શરુઆત થનાર છે ત્યારે વિશ્ર્વ સુપ્રસીધ્ધ સોમનાથ મંદિર ખાતે જીલ્લા પોલીસ તંત્ર દ્રારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરાઇ દેવાયો છે અને યાત્તીકોનો સુવીધાઓ અને સલામતીની પુરતી તકેદારી લેવામા આવશે .
બાર જ્યોતિર્લિંગ મા પ્રથમ અને કરોડો લોકોની આસ્થાનુ કેન્દ્ર એવા વિશ્ર્વ સુપ્રસીધ્ધ સોમનાથ મહાદેવ મંદિરે આગામી શ્રાવણ માસમા લાખોની સંખ્યામા ભાવીકોનુ ઘોડાપુર ઉમટી પડવાનુ છે ત્યારે દેશવિદેશ થી આવતા ભાવીકોની સલામતીને ધ્યાને લઈ ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિહ જાડેજાની સીધી જ દેખરેખ હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામા આવેલ છે .જેમા 250 પોલીસના જવાનો , એસ આર પી કંપની, રાઉન્ડ ધ કલોક પોલીસ, ડોગ સ્કવોડ, સીસીટીવી કેમેરા , ભાવીકોને એન્ટ્રી અને એકઝીટ એક જ જગ્યા પરથી રાખવામા આવેલ છે ,પાકીઁગ માટેના વધુ બે પોઇન્ટ વધારવામા આવ્યા , ભાવીકો સાથેનો પોલીસ અને સોમનાથ ના જવાનોને સારો પ્રતિભાવ મળે તેવી સૂચના અપાઇ છે , જે નાના બાળકો નાના છે તેમની એન્ટ્રી સાથે જ તેમના વાલીના મોબાઈલ નંબર અને નામ પણ તેને આપવામા આવશે જેથી મંદિરમા કોઇ બનાવ બને તો સહેલાઇથી વાલીને મળી શકે , સોમનાથ મંદિર દરીયાઇ કાંઠે આવેલ છે ત્યારે કોસ્ટગાર્ડ ,મરીન પોલીસ અને લોકલ માછીમારોના ગૃપ સાથે રહી સતત મોનીટરીંગ થનાર છે .મંદિરમા કોઇપણ વસ્તુ અંદર લઈ જવા પર પ્રતિબંધ રહેશે , આ સહીતની સુચનાઓ સાથે કડક બંદોબસ્ત તૈનાત કરી દેવામા આવેલ છે .
મનોહરસિહ જાડેજા ( એસ પી , ગીર સોમનાથ )

