Gujarat

વિસનગર પાલિકાની બેદરકારીથી લોકોમાં રોષ

વિસનગર
વિસનગરમાં વરસાદના પાણીના કારણે બાળકીએ સાયકલ પરથી કાબુ ગુમાવતા રસ્તા નજીક એક ખુલ્લી ગટરમાં ખાબકી હતી. જેથી વિસનગર પાલિકાની ઘોર બેદરકારીથી સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે. સાંજના સમયે વરસાદ વરસી રહ્યો હતો. ત્યારે ધોરણ ૮માં ભણતી ૧૪ વર્ષની બાળકી સાયકલ લઈને નીકળી હતી. વરસાદના પાણી પ્રવાહના કારણે બાળકીએ સાયકલ પરથી કાબુ ગુમાવ્યો અને તે ખુલ્લી ગટરમાં ખાબકી હતી. અંદાજે બે કલાક સુધી બાળકી જીવ બચાવવા બુમાબુમ કરતી હતી. સ્થાનિકોને પણ જાણ થતા હજારોની સંખ્યામાં ટોળું ઘટના સ્થળે આવી પહોંચ્યું હતું. ત્યારબાદ ત્રણ જેસીબીની મદદથી અલગ-અલગ જગ્યાએ ખોદકામ શરૂ કરવામાં આવ્યું. ઘટના સ્થળે સ્થાનિકો અને ફાયરની ટીમની ભારે જહેમત બાદ અંતે બાળકીને બહાર કાઢવામાં આવી હતી. જાે કે બાળકી બહાર નીકળી ત્યારે તે બેભાન અવસ્થામાં હતી. સ્થાનિકોએ તાત્કાલિક ૧૦૮ને ફોન કરીને જાણ કરી. ૧૦૮ આવી જતા બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાઈ. ડોક્ટરોની ટીમ બાળકીને બચાવવા માટે સતત મહેનત કરી રહી હતી. જાે કે અંતે બાળકી મોત સામે હારી ગઈ હતી. બીજીતરફ સમગ્ર ઘટનાને પગલે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ પણ કિશોરીને મળવા હોસ્પિટલમાં પહોંચ્યા હતા. બાળકીનું નામ જિયા નાયી છે અને તે શાળાએથી પરત ઘરે જઈ રહી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવમાં એક આદિવાસી ખેતમજૂરની ૧૨ વર્ષની કિશોરી ખેતર પાસે આવેલા એક બોર નજીક રમી રહી હતી. રમતાં-રમતાં અચાનક તે ૬૦૦ ફૂટ ઊંડા બોરમાં પડી ગઇ હતી. એની જાણ થતાં જ કિશોરીનાં પરિવારજનો અને આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં અને તેને બચાવવા કવાયત હાથ ધરી હતી. મનીષા નામની આ કિશોરી બોરમાં ૬૦થી ૭૦ ફૂટે ફસાઇ હોવાનું જાણવા મળ્યું હતું. જાે કે ભારે જહેમત બાદ આ બાળકીને બચાવી લેવામાં આવી હતી.વિસનગરમાં શુકન હોટલ આગળ એક ૧૪ વર્ષની કિશોરી ગટરની લાઈનમાં ફસાઈ હતી. જેને કાઢવા માટે તંત્ર દ્વારા ભારે મથામણ કરવામાં આવી હતી. જાે કે બે કલાકની ભારે જહેમત બાદ કિશોરી મળી આવી હતી. તેની હાલત ભારે ગંભીર હોવાથી તેને તાત્કાલિક ૧૦૮ મારફતે હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવી હતી. જાેકે સારવાર દરમિયાન બાળકીનું મોત નિપજ્યું હતું.

File-02-Page-14.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *