વિસાવદરના મોટા કોટડા ગામે નવનિર્મિત સ્માર્ટ આંગણવાડી કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મનરેગા યોજના હેઠળ તૈયાર કરાયેલા આ સ્માર્ટ આંગણવાડીમાં નાના ભૂલકાઓ જ્ઞાન સાથે ગમ્મત કરી શકે તેવા ચિત્રો-ચાર્ટ તૈયાર કરવામાં આવ્યાં છે.
જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિરાંત પરીખના સતત માર્ગદર્શન અન દેખરેખ હેઠળ તૈયારી થયેલી આ સ્માર્ટ આંગણવાડીમાં નાના ભૂલકાઓને સાનુકૂળ વાતાવરણ મળી રહે તે તેવા ધ્યેય સાથે આ આંગણવાડી તૈયાર કરવામાં આવી છે.
આ સ્માર્ટ આંગણવાડીના લોકાર્પણ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમખ શ્રી વિપુલભાઈ કાવાણી, સરપંચશ્રી, આગેવાનો, પ્રોગ્રામ ઓફિસર, સી.ડી.પી.ઓશ્રી, સુપરવાઇઝર, આંગણવાડી વર્કર, હેલ્પર અને લાભાર્થી વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

