Gujarat

વીરપુરમાં લગ્નનું બોગસ સર્ટિફિકેટ બનાવી યુવતી સાથે સંબંધ રાખનારને એલસીબીએ પકડ્યો

રાજકોટ
રાજકોટ જિલ્લાના વીરપુરમાં રહેતી એક યુવતીએ પોતાની છેડતી કરીને જાતિ પ્રત્યે હડધૂત કર્યાની વીરપુર પોલીસમાં ફરિયાદ કરીને તહોમતદાર તરીકે જેતપુર તાલુકા ભાજપ પ્રમુખ વેલજી સરવૈયાના ભત્રીજા અને ખાનગી શાળા હેત પ્રાયમરી સ્કૂલના સંચાલક અનિલ ભનુ સરવૈયાનું નામ આપતા પોલીસે તેની સામે એટ્રોસીટી એકટ સહીતની કલમો હેઠળ ગુનો નોંધતા એસસીએસટી સેલના અધિકારી દ્વારા આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી અનિલ સરવૈયા વીરપુરમાં હેત પ્રાઇમરી સ્કુલ ચલાવે છે. અગાઉ લલચાવી ફોસલાવી તેણે લગ્ન નોંધણીનું બોગસ સર્ટિફિકેટ બનાવી લીધું હતું. ત્યારબાદ યુવતીને હવે આપણે પતિ-પત્ની બની ગયા છીએ તેવી લાલચ આપતો હતો. બાદમાં અવારનવાર ઝઘડો કરવા લાગતા યુવતીએ આ તમામ સઘળી હકીકત તેમના માતા પિતાને જણાવતા જ્ઞાતિના આગેવાનોને સાથે રાખી અનિલને બોલાવી તેની સાથે છુટાછેડા કરાવ્યા હતા. યુવતીએ પોલીસને કહ્યું હતું કે, છૂટાછેડા બાદ તેણીની અન્ય યુવક સાથે પરિવારે સગાઈ કરાવી હતી. આ વાતની જાણ અનિલને થતા લગ્ન નોંધણીના સર્ટિફિકેટ અને ફોટા યુવકને મોકલી યુવતીની સગાઈ તોડાવી નાખી હતી. આમ છતાં અનિલ અવારનવાર યુવતીનો પીછો કરી પજવણી કરતો હતો. તેમની સ્કૂલ નજીક જ શારીરિક અડપલાં કરી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી સમાજમાં બદનામ કરવાની ધમકી આપી અને બાબતે કોઈને વાત કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતા ડરીને માતા પિતાને આ બાબતે હકીકત જણાવી વીરપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. વીરપુર પોલીસ સ્ટેશનમાં નાસતા ફરતા આરોપીને પકડી પાડવાની સૂચના મળતા રાજકોટ ગ્રામ્ય એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન હકીકત મળતા અનિલ ભનુ સરવૈયાને હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

He-made-a-bogus-marriage-certificate-and-treated-the-girl-like-a-husband.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *