અહેવાલ સોની હરેશભાઈ પી સતીકુંવર
*ગીર સોમનાથ તા. -૨૧,* વેરાવળ તાલુકાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૩-૦૨-૨૦૨૨ નાં રોજ યોજાશે. જેમાં અરજદાર જાતે પોતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ આધાર-પુરાવા સાથે રજુઆત કરી શકશે. તેમજ અરજદાર એક જ વિષયને લગતી રજુઆત કરી શકશે સામુહિક રજુઆતો નહી. મહત્વનુ છે કે, સ્થાનિક લોકોને પોતાના પ્રશ્નોના ઉકેલ માટે તેમજ તેમની ફરિયાદ રજૂ કરવા માટે ઉચ્ચ કક્ષા સુધી જવુ ન પડે તે માટે તાલુકાકક્ષાએ સ્વાગત ઓનલાઈ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવે છે. તેમ મામલતદારશ્રી, વેરાવળની યાદીમાં જણાવાયું છે.
