સોની યોગેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ
આજરોજ તા.૦૯/૦૨/૨૨ ના રોજ બપોરના એકાદ વાગ્યના સુમારે વેરાવળ ચોપાટી ખાતે ફરજ પર હાજર *હોમગાર્ડ જવાન (૧)અલ્તાફભાઇ કાદરભાઇ તથા (૨)દિનેશભાઇ લખમણભાઇ* ને એક મહીલા આજરોજ બપોરના સમયગાળા દરમ્યાન *ચોપાટી પરથી દરિયામાં ઝંપલાવી આત્મહત્યાનો પ્રયાસ કરતા જોવામાં આવતા ઉપરોકત બન્ને હોમગાર્ડના જવાનો ત્વરિત સદરહુ મહીલા પાસે પહોચી મહીલાને આત્મહત્યાનો પ્રયાસ કરતા રોકી સમજાવવા પ્રયત્ન કરેલ પરંતુ મહીલા નહી સમજતા હોમગાર્ડ જવાન અલ્તાફભાઇ કાદરભાઇ એ તાત્કાલિક વેરાવળ સીટી પો.સ્ટે. ના ટેલીફોન નંબર (૦૨૮૭૬-૨૨૦૦૦૩) પર જાણ કરતા* ફરજ પરના પીએસઓએ વેરાવળ સીટી પો.સ્ટે.ની *ટાવરચોક પોલીસ ચોકી ના એ.એસ.આઇ. ભરતભાઇ ઠાકરસીભાઇ ને જાણ કરતા ટાવરચોક પોલીસ ચોકી ખાતે હાજર પો. હેડ કોન્સ. સંજયભાઇ લખમણભાઇ તથા પો. કોન્સ. વિજયભાઇ સરમણભાઇ નાઓ તુરંત જ વેરાવળ ચોપાટી ખાતે પહોચી મહીલાને આત્મહત્યાનો પ્રયાસ કરતા અટકાવી આત્મહત્યાનો પ્રયાસ કરવા જતા આશરે ૮૩ વર્ષના વૃધ્ધ મહીલાને આત્મહત્યાનો પ્રયાસ કરતા રોકી વેરાવળ સીટી પો.સ્ટે. ખાતે લાવી* વેરાવળ સીટી પો.સ્ટે. ના *પોલીસ ઇન્સ્પેકરટશ્રી એસ.એમ.ઇશરાણી* નાઓના માર્ગદર્શન હેઠળ સદરહુ વૃધ્ધ મહીલાને આત્મહત્યા કરવાના પ્રયાસનું કારણ પુછતા *પોતાના ઘરે પારાવારિક કૌટુંબીક ઝઘડો થતા માનસિક ટેન્શનના લીધે આ પગલુ ભરેલનું જણાવેલ* જેથી વૃધ્ધ મહીલાના પુત્રને વેરાવળ સીટી પો.સ્ટે. ખાતે બોલાવી તેઓની હાજરીમાં *બહુમુલ્ય અનમોલ જીવનનું મહત્વ સમજાવી તેમના કૌટુંબીક ઝઘડાનુ નિરાકણ લાવી તેમના પરિવાર સાથે સુખદ મિલન કરાવી માનવતાનુ ઉમદા ઉતમ ઉદારહણ પુરૂ પાડી પ્રશંસનિય કામગીરી કરેલ છે.*
ગુજરાત પોલીસ તથા રાજય સરકાર માનવતા પ્રત્યે અતિસંવેદનશીલ છે તેનુ એક ઉતમ ઉદારહણ પુરૂ પાડી પ્રશંસનિય કામગીરી કરતી વેરાવળ સીટી ગીર સોમનાથ પોલીસ.
*સારી કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ-* વેરાવળ સીટી *પો.ઇન્સ.શ્રી એસ.એમ.ઇશરાણી* નાઓના માર્ગદર્શન હેઠળ હોમગાર્ડ જવાન અલ્તાફભાઇ કાદરભાઇ તથા દિનેશભાઇ લખમણભાઇ તથા વેરાવળ સીટી પો.સ્ટે.ના એ.એસ.આઇ. એ.એસ.આઇ. ભરતભાઇ ઠાકરસીભાઇ તથા સંજયભાઇ લખમણભાઇ તથા પો. કોન્સ. વિજયભાઇ સરમણભાઇ નાઓએ આ સારી કામગીરી કરેલ હોવાનું પત્રકાર હરેશભાઈ સતીકુંવર દ્વારા જણાવ્યું હતું
