શાપર ના નકલંક ધામ સહીત ના મંદિરો માં અષાઢી બીજ ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધ્વજાં રોહણ તેમજ આરતિ પૂજન અર્ચન મહા પ્રસાદ સહીત ના કાર્યક્રમો યોજાયા હતા જેમાં સાંજે સંતવાણી નો પણ ભવ્ય પ્રોગ્રામ યોજ્યો જેમાં નામી અનામી કલાકારો એ પોતાની આગવી શેલી માં દેશી ભજનિયા ની વાણી પીરસી હતી. ત્યાં 40 વર્ષો થી વધુ અષાઢી બીજ ની ઉજવણી કરવામાં આવે છે. તેમજ નાની ગૌશાળા પણ ખુલી મુકવામાં આવી છે. જેમાં 5 થી વધુ ગાયો હાલ નિવાસ કરે છે. તેમજ શાપર-વેરાવળ ના વિવિધ મંદિરો માં આસ્થાભેર અસાઢી બીજ ની ઉજવણી કરવામાં આવેલ હતી.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ.


