ગીર સોમનાથ જિલ્લામાં કાજલી-૩માં આવેલા સરકારી શાળા ખાતેનું મતદાન મથક સંપૂર્ણ પણે દિવ્યાંગ સ્ટાફ દ્વારા જ સંચાલિત હતું. જેમાં પોલિંગ ઓફિસર સહિતનો સ્ટાફ દિવ્યાંગ હતો છતાં આ મતદાન મથકે દિવ્યાંગોએ સરાહનીય કામગીરી કરી હતી. લોકશાહીના અવસરે સંપૂર્ણપણે દિવ્યાંગો દ્વારા સંચાલિત આ મતદાન મથકે શારીરિક ક્ષતિઓને અવગણી ફરજ પરના ચૂંટણી સ્ટાફે નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ નિભાવી હતી.
દિવ્યાંગો, વયોવૃદ્ધ તેમજ શારીરિક અશક્ત મતદાતાઓ માટે આ મતદાન મથકે ખાસ વ્યવસ્થા કરવામાં આવેલી હતી. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આવવા- જવા માટે ખાસ વાહન વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી તેમજ દિવ્યાંગોને સ્થળ ઉપર કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે તે માટે વ્હીલ ચેર તેમજ સહાયક સ્ટાફની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.


