Gujarat

શિક્ષક દિન નિમિત્તે બોડેલી ખત્રી વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકોનું સાલ ઓઢાડી સન્માન કરાયુ.        

આજરોજ 5મી સપ્ટેમ્બર શિક્ષકદિનના દિવસે અત્રેની શાળામાં અનોખી રીતે ઉજવણી કરવામાં આવી .પ્રાથમિક વિભાગમાં 130 જેટલા વિદ્યાર્થીઓએ શિક્ષકની ભૂમિકા ભજવી. જ્યારે માધ્યમિક વિભાગમાં 110 જેટલા વિદ્યાર્થીઓએ શિક્ષકની ફરજ બજાવી. તમામ વર્ગના વિદ્યાર્થીઓ દ્વારા પોતાના વર્ગ શિક્ષકને સાલ ઓઢાડી તથા પેન આપી સન્માન કરવામાં આવ્યું. ર્વિદ્યાર્થીઓ દ્વારા પોતાના શિક્ષકોને ભોજન કરાવ્યું જે વિદ્યાર્થીઓ શિક્ષક બન્યા હતા તેઓ શિક્ષકો જોડે બેસીને એકસાથે ભોજન કર્યું .શાળાના જી.એસ. દ્વારા શિક્ષકોનું વિદ્યાર્થીઓના જીવન પર શું યોગદાન છે ? તેના વિશે ચર્ચા કરી જ્યારે શાળાની એલ.આર દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું .આમ વિદ્યાર્થીઓ દ્વારા શાળાના 28 જેટલા શિક્ષકોને સાલ ઓઢાડી ,પેન આપી સરપ્રાઈઝ રીતે સન્માન કરી આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી શિક્ષક દિન નિમિત્તે બોડેલી ખત્રી વિદ્યાલય અને એમડીઆઈ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકોનું સાલ ઓઢાડી સન્માન કરાયુ.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *