|
અંતે વર્ષ ૨૦૨૧ બોલ્યું,
અંતરમન આજે ખૂબ જ રડ્યું,
પૂરો થયો મારો સમયગાળો,
પણ ખુશીની લહેર ક્યાંય ના ભાળો.
સ્વાગત મારું ધૂમધામથી થયું,
વળાવવા મને કોઈ ના આવ્યું,
વર્ષના થયા મહિના બાર,
વીતી ગયું આ આખુંય સાલ,
લોકોને હતી ઘણી આશ,
કોરોનાનો હું કરીશ નાશ,
ના ફળી આજે મહેનત મારી,
એળે ગઈ છે અવધિ મારી,
અનેક લોકોએ જીવ ગુમાવ્યા,
કંઇક ને જીવનદાન મળ્યા,
ઓકસીજન પણ ખૂટી પડ્યા,
ને માણસોના ચહેરા રડી પડ્યા.
વાવાઝોડા આવ્યા અપાર,
” તાઉતે ” ગયું ને ગુલાબનો ભાર,
ભરશિયાળે વરસાદ થાય,
ને મુશ્કેલી પારાવાર થાય.
વેક્સીનેશન પુર જોશે થયું,
ને કુદરતે હવે સામું જોયું,
શાળાઓ ખુલી બજારો ખુલ્યા,
ને લોકોના ચહેરા પણ ખીલ્યા.
તમ વચ્ચેથી આજે થાવ વિદાય,
મનને પસ્તાવો પારાવાર થાય,
અંતરમનથી ૨૦૨૧ ના આશીર્વાદ થાય,
પ્રારબ્ધ અને અરમાનો દરેક લોકોના ઉજળા થાય…..
*- તૃપ્તિ વી પંડ્યા ” ક્રિષ્ના “, ભાવનગર.*
*જય દ્વારકાધીશ….*
|
|
