મકસુદ કારીગર,કઠલાલ
વકીલ કે.એમ.એજ્યુકેશન સોસાયટી સંચાલિત , શેઠ એમ. આર .પ્રાથમિક વિભાગ, કઠલાલ રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી ધોરણ 6 ની પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા માં કઠલાલ તાલુકામાં ચાર વિદ્યાર્થી મેરીટ યાદીમાં આવ્યા છે અને તેમાં ત્રણ વિદ્યાર્થી શેઠ એમ .આર. પ્રાથમિક વિભાગ કઠલાલના છે જે શાળા માટે ગૌરવની વાત છે. આ બાળ પ્રતિભાઓને પ્રેરણા પૂરી પાડવા શિક્ષક ગણ તેમજ અન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા જેઓનો શેઠ.એમ.આર.પ્રા.શાળા ના આચાર્ય મનીષકુમાર એસ. પટેલે.શાળા પરિવાર તરફથી આભાર વ્યક્ત કર્યો હતો તથા આ બાળ પ્રતિભાઓને ઈનામો આપવા માટે ઝાલા જીગ્નેશકુમાર કઠલાલ નગર અગ્રણી( દરેક વિધાર્થીઓને ગિફ્ટ) અને અરવિંદ ડામોર સુપર વાઈઝર શેઠ એમ આર ઉચ્ચતર વિભાગ,( દરેક વિધાર્થીઓને ૧૦૦ રૂ. રોકડ પુરસ્કાર તથા અશ્ર્વિનભાઈ તાવિયાડ દ્વારા દરેક વિધાર્થીઓને પુષ્પ ગુચ્છ અને અભિનંદન ,શુભેચ્છાઓ પાઠવી હતી.
જ્યારે શ્યામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં પણ ધોરણ.૯ ના વિદ્યાર્થી ચૌહાણ ચિંતન કુમાર હસમુખ ભાઈ સેકન્ડરી સ્કોલરશીપ એક્ઝામ માં કઠલાલ માં ફર્સ્ટ નંબર મેળવેલ છે જે બદલ તેઓને પણ શાળા પરિવાર તરફ થી અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી


