ગિરગઢડા તા 20
ભરત ગંગદેવ..
સંસારના સર્વ ધર્મોમાં એક વાત સમાન છે બધા જ ધર્મના લોકો પ્રાર્થના કરતા જ હોય છે જીવન જીવવા માટે પ્રાર્થનાની જરૂર પડે જ છે. પ્રાર્થના એ માનવજીવન માટેની એક મોટી સાધના છે એમ કહી શકાય.
પ્રાર્થના એ આત્માનો સાત્વિક ખોરાક છે જેમ જીવન જીવવા માટે ખોરાકની જરૂર પડે છે. એવી જ રીતે જીવનને સાર્થક બનાવવા માટે દરેક માણસને પ્રાર્થનાની જરુર પડે છે.
પ્રાર્થના એટલે શુ? તો એમ કહી શકાય કે પ્રાર્થના મનની એ શક્તિ છે કે જે અંધકારમાં પણ પ્રકાશ ફેલાવવાનું કામ કરે છે. કહેવાય છે ને કે રાત ગમે તેટલી કાળી હોય અજવાળું તો થાય જ છે.તો એવુ જ કામ પ્રાર્થના ની શક્તિ નુ છે. પ્રાર્થનાની શક્તિ આપણા જીવનમાં એવા સમયે સાથ આપે છે જ્યારે આપણે મુશ્કેલીમાં હોય. અને
આપણી સાથે કોઈ ન હોય.ત્યારે આ પ્રાર્થના અંધકારમાં અજવાળું ફેલાવાનુ કામ કરે છે.
મંદિર જવું પૂજાપાઠ કરવા દીવો પ્રગટાવવુ, યજ્ઞ કરવો, પ્રદક્ષિણા કરવી એ બધુ મનને શાંતિ આપે છે. એવી જ રીતે રામ કાર્ય કરવાથી પણ પરમાત્મા ખુશ થાય છે તો આ રામકાર્ય શુ છે? તો રામકાર્ય એટલે સૃષ્ટિ પર જેટલા જીવો છે એ બધા જીવો પર દયાભાવ રાખવો, જરૂર પડે ત્યારે તેની મદદ કરવી ભૂખ્યા વ્યક્તિને જમાડવું, ગરીબોને યથાશક્તિ દાન આપવું, જેવા અનેક કાર્યો કરીને પરમ કૃપાળુ પરમેશ્વરની આપણે કૃપા પ્રાપ્ત કરી શકીએ છીએ.
પ્રાર્થના અને રામકાર્ય બન્ને આપણને જીવનમાં એક અલગ જ શાંતિ અને સુકૂન આપે છે આપણા જીવનમાં આવનારી દરેક મુશ્કેલીઓમાંથી બહાર કાઢે છે.ગૌમાતાને ,પક્ષીઓ ને ચણ માછલીઓને, કિડી વગેરે જીવો ને ખવડાવવાથી જે સંતોષ મળે છે એની અનુભુતી કંઇક અલગ જ હોય છે.જીવનની આ માયાજાળ વચ્ચે ઘુંચવાયેલી ઘુંચ માંથી રસ્તો બતાવે છે. પ્રાર્થના કરવાથી મનને મજબૂતી મળે છે અને આત્મવિશ્વાસને તાકત મળે છે કહેવાય છે કે વ્યક્તિનું મનોબળ જેટલુ મજબૂત હોય એટલુ જ એ વ્યક્તિનુ વ્યક્તિત્વ પણ મજબૂત હોય છે.
જેમ આપણી આ દુનિયામાં ન્યાય માટે કોર્ટ આવેલી છે એવી જ રીતે એક કુદરતની પણ કોર્ટ હોય છે આ દુનિયામાં આવેલી વાસ્તવિક કોર્ટ માં ખોટું બોલીને કે કંઈ ખોટું કામ કરીને આપણે કેસ જીતી શકીએ છીએ. પણ જે કુદરતની કોર્ટ આવેલી છે ત્યા કોઇ પણ નુ ખોટું નથી ચાલતું. કુદરતની કોર્ટમાં અદ્રશ્ય દુનિયામાં રહેવાવાળી આત્માઓનો પણ ફાળો ખુબજ મહત્ત્વનો હોય છે. અને એમાં પ્રાર્થના અને પ્રાર્થના કરવા વાળા બન્નેનું સ્થાન મહત્ત્વનું હોય છે.
જેમ વાસ્તવિક દુનિયામાં સારા માણસો અને નરસા માણસો હોય છે એવી જ રીતે અદૃશ્ય દુનિયામાં સારી આત્મા અને નરસી આત્મા પણ હોય છે. મનુષ્યના બધા સારા કામ અદ્રશ્ય દુનિયામાં રહેનારી આત્માઓ કરતી હોય છે એટલે કહેવાનો મતલબ એવો છે કે તમે જેવા નેક કર્મો કરશો એવું જ અદ્રશ્ય દુનિયામાં બેઠેલી કોઈ આત્મા આ નેક કાર્યને જોઇને તમારી એ દિશામાં મદદ કરશે.તમે જે પ્રાર્થના કરી છે એ મંજિલ સુધી પહોંચવાના રસ્તા ખોલી આપે છે.
માણસને પોતાના કર્મો,મહેનત અને પ્રાર્થનાના હિસાબથી ફળ મળતું હોય છે. સારા કર્મોનું ફળ હંમેશાં સારું જ મળે છે મનુષ્યના બધા કર્મોનો હિસાબ હોય છે જે માણસ પાસે સારા કર્મોનું બેલેન્સ વધારે હોય છે એ માણસ એટલો ધનવાન, ચરિત્રવાન અને સારાં કાર્યો કરવા વાળો અને પરમાત્માને પ્રિય હોય છે અને કહેવાય છે કે પ્રભુના ચરણમાં સ્થાન પામે છે પરમ ધામને પામે છે અને બધા સુખોને ભોગવે છે.
સારા વિચાર મનને સારા કામો કરવા માટે પ્રેરિત કરે છે અને સારા કામ કરવાથી સારા વ્યક્તિઓની સંગત્તિ પ્રાપ્ત થાય છે અને સારા વ્યક્તિઓની વચ્ચે રહેવાથી જીવનરુપી નૌકાને કેવી રીતે આગળ વધારવી એનું જ્ઞાન પ્રાપ્ત થાય છે.
જેવી રીતે જીવન જીવવા માટે ખોરાક જરૂરી છે એવી જ રીતે પ્રાર્થના પણ જરુરી છે
આપણા જીવનને સફળ અને સાર્થક બનાવવા માટે પ્રાર્થના જરૂરી છે જેવી રીતે આપણે બાથરૂમમાં બેસીને ભોજન નથી કરતા એવી જ રીતે પ્રાર્થના કરવા માટે પણ સારી જગ્યાનુ હોવુ જરુરી બને છે.પ્રાર્થના કરવા માટે જગ્યાનું એક આગવુ મહત્ત્વ છે. સારા વિચારો સારી જગ્યા થી જ આવે છે કહેવાય છે કે ભોજન બનાવતી વખતે જો તમારા મગજમાં સારા વિચારો હોય તો ભોજનનો સ્વાદ કંઇક અલગ જ હોય છે એવી જ રીતે તમે શુદ્ધ વાતાવરણમાં અને પ્રભાવ વાળી જગ્યામાં કરેલી પ્રાર્થના હંમેશા ને હંમેશા સારું જ ફળ આપે છે અને તમારી આસપાસ રહેલી નેગેટિવિટીનિ એમાં કોઈ અસર પડતી નથી.
પ્રાર્થનાથી મનમાં સારા વિચાર આવે છે અને સારા સારા કામ કરવાની પ્રેરણા મળે છે કેટલી વાર આપણે રામ કાર્ય કરતાં હોય છે પણ રામ કાર્ય કરતી વખતે આપણે જો આપણા આરાધ્ય દેવી-દેવતા નું નામ અથવા એમના બીજ મંત્ર સાથે ઓમ રીમ નમઃ સ્વાહા આત્માનું સિદ્ધ મંત્રનો ઉપયોગ કરીએ તો આપણી પ્રાર્થના સીધી ભગવાન સુધી પહોંચી જાય છે. ઓમ રીમ નમઃ સ્વાહા શું છે? ઓમ રીમ નમઃ સ્વાહા એ સિદ્ધ મંત્ર છે ઓમ નાદ સાથે તમારો અવાજ તમારા દેવી-દેવતા સુધી પહુંચે છે, રીમ બીજ મંત્ર માયા નો મંત્ર છે જેથી તમારી પ્રાર્થના સિદ્ધ થાય એના માટે માયા દેવી કામ કરવા લાગી જાય છે, અને રીમ માં લક્ષ્મીનો પણ બીજ મંત્ર છે સંસાર માં રહેતા મનુષ્ય ને ધનની બહુંજ જરુર હોય છે રીમ બીજ મંત્ર નું સ્મરણ કરતાં ની સાથે માં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને સ્વાહા બોલતાં ની સાથે આપણે કરેલી પ્રાર્થના ભોગ સ્વાહા દેવી આપણા દેવી-દેવતા સુધી પહુંચાડે છે અને આપણા આરાધ્ય દેવી-દેવતા આપણું નેક કાર્ય કરે છે ,
રામ કાર્ય કરવાથી મનને પણ મજબૂતી મળે છે.અને એક અલગ જ સુકુન મહેસુસ થાય છે,
તો રામ કાર્ય શું છે રામકાર્ય એટલે ભગવાનના ભરોસે આશા રાખીને બેઠેલા જીવાઆત્મા ઓને જમાડવુ.જો તમે ભગવાનના ગણ બનીને એવા જીવોને ભોજન કરાવશો તો તમારા કર્મોનું બેલેન્સ વધશે. કોઈ જીવ આશ રાખીને બેઠા હોય છે કે ક્યારે મારા દેવી દેવતા ભગવાન ગુરુદેવ આવે અને અમને તૃપ્ત કરે ભોજન કરાવે ત્યારે આપણે ઈશ્વરના ગણ બનીને જાતા હોય છે અને તેને જમાડીને તેને તૃપ્ત કરતા હોય છે અને તેના સારા શુભ આશીર્વાદ લેતા હોય છે તે આશીર્વાદના લીધે આપણા જીવનના સારા સારા કામો થાય છે અને એવા
જીવોને જમાડતી વખતે આપણે ભગવાનનું નામ લઈને નેક કામ કર્યું હોવાથી ભગવાન પણ આપણા રસ્તામાં આવતા કાંટાઓ ને દૂર કરી અને આપણાં નેક કર્મનું ફળ જલદી આપે છે. જીવનને સાર્થક બનાવવા માટે આપણે અનેક કાર્યો કરીને જીવનના કલ્યાણ માટે ભવસાગર પાર કરવા માટે રાષ્ટ્રહિત માટે જનહિત માટે ધર્મરક્ષા માટે આપણાં માતાપિતા માટે સર્વપિતૃ માટે પ્રાર્થના કરતાં હોઈએ છીએ.
જ્યારે પ્રાર્થના નું ઉચ્ચારણ ઓમથી થાય છે અને એ પ્રાર્થના છેક ઉપર સુધી જાય છે કહેવાય છે આપણી પ્રાર્થના થી આપણી સાથે સાથે અદ્રશ્ય દુનિયામાં રહેલી આત્માઓનું પણ કલ્યાણ કરે છે કેમ કે અદ્રશ્ય દુનિયામાં રહેવાવાળી આત્માઓનો ખોરાક જ પ્રાર્થના છે આપણી સારી પ્રાર્થનાથી એ અદ્રશ્ય દુનિયામાં રહેવાવાળી આત્માઓના રસ્તામાં પણ અજવાળુ થતુ હોય છે. જ્યારે આપણુ કોઇ નેક કામ થઈ જાય પછી ભગવાનને થેન્કયુ કહેવા માટે આપણે જે ભોગ લગાવતા હોઇ ત્યારે ભગવાન વિચારતા હશે કે આનુ એવુ કયુ કામ થઇ ગયુ કોણે કર્યુ ત્યારે ભગવાન પણ એ અદ્રશ્ય દુનિયામાં રહેલી નેક આત્મા જેણે આપણું કામ સાર્થક કર્યું હોય એ અદ્રશ્ય દુનિયામાં રહેલી આત્માનુ કાર્ય ભગવાન કરતા હોય છે. આપણી સાથોસાથ આપણા રાષ્ટ્રનું ભલું થાય, ધર્મની રક્ષા થાય, દરેક પ્રાણી માત્રનું કલ્યાણ થાય. આવી જ સારી પ્રાર્થનાઓ દરેક મનુષ્યે કરવી જોઈએ. આપણે સંકલ્પ કરવો જોઇએ કે ગાયના ઘીનો દીપક પ્રગટાવીને અને ભગવાનની સામે સારા સારા કાર્યો કરીશ સારા સંકલ્પ સાથે કરેલી પ્રાર્થના કે કરેલું કાર્ય ક્યારેય પણ નિષ્ફળ જાતુ નથી. કહેવાનો મતલબ એ છે કે સારી જગ્યાએ અને સાચી કરેલી પ્રાર્થના આપણા જીવનને બદલી શકે છે. જિંદગી એક વાર મળી છે તો સારા સારા કાર્યો કરી અને આપણાં જીવનને ધન્ય બનાવીને.સારી પ્રાર્થના કરીને મનને મજબૂતી મળે છે અને જિંદગીને સારી રીતે જીવવાની પ્રેરણા મળે છે. કહેવાય છે કે શરીર પંચ તત્ત્વોનું બનેલું છે તો આ પંચતત્ત્વ ના શરીરમાં પ્રાર્થનારૂપી પેટ્રોલ ભરવું જરૂરી છે અને આ દુનિયાની પરે એક બીજી જ દુનિયા છે એના આશીર્વાદ લઈને જીવનને સાર્થક બનાવીએ.કાલે શું થવાનું છે એની ખબર નથી જે પણ છે આજે છે એને જીવી લઇએ.સારુ જીવન જીવવા માટે સારા વિચારોની જરુર પડે છે. આવા સારા વિચાર પ્રાર્થનાથી જ આવે છે. કદાચ એટલે જ મહાત્મા અને વિદ્વાન સાધુ સંતોએ કહ્યું છે કે પ્રાર્થના એ આત્માનો સાત્વિક ખોરાક છે. અસ્તુ જય શ્રી સોમનાથ મહાદેવ આપકી જય હો
Attachments area

