Gujarat

શ્યામના નામની તરસ….

શ્યામના નામની તરસ લાગે છે,
એક ક્ષણ પણ રાધાને જાણે વરસ લાગે છે,
નસીબદાર તો એ રૂક્મણી છે જે કાનાંનો સંગ પામે છે,
બાકી મીરાંને તો ઝેર પીવામાં પણ હરખ લાગે છે,
વાંસળીના સૂરે ઘેલી થઈ વૃંદાવન ભણી વાટ લગાવે છે,
ગોપીઓને ત્યારે માધવના રાસની તડપ લાગે છે,
નરસિંહ કરતાલ વગાડવામાં વ્યસ્ત ને સુદામા એની મિત્રતામાં મસ્ત,
બાકી તો ધર્મના વિજયમાં ખરેખર અર્જુન સખાની અસર લાગે છે,
કોઈને મોહનની માયા ઉપહાસ લાગે છે,
તો કોઈને કેશવની લીલામાં નવી આશ લાગે છે,
એ ભલે હોઈ રાધાનો શ્વાસ,
પણ રાધાને તો કૃષ્ણની તૃષ્ણામાં પણ વિશ્વાસ લાગે છે….
*જય દ્વારકાધીશ….*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *