Gujarat

સંખેડા પો.સ્ટે તથા બોડેલી પો.સ્ટે. મા નોંધાયેલ વ્યક્તિ ગુમના કામે ગુમ થયેલ સ્ત્રી તથા પુરૂષને શોધી કાઢતી સંખેડા પોલીસ  

ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન આધારે  એ.વી.કાટકડ નાયબ .પો.અધિક્ષક છોટાઉદેપુર ડિવીઝન તથા એ.એ.દેસાઇ સર્કલ પોલીસ ઇન્સપેક્ટર બોડેલી સર્કલ નાઓના માર્ગદર્શન આધારે ગુમ થયેલા બાળકો તથા સ્ત્રી તેમજ પુરૂષોને શોધી કાઢવા માટે સ્પેશ્યલ ડ્રાઇ રાખવામા આવેલ હોય જે ડ્રાઇવ દરમ્યાન છોટાઉદેપુર જીલ્લામાંથી ગુમ થયેલ બાળકો તથા સ્ત્રી તેમજ પુરુષોને શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સારૂ સુચના કરેલ હોય જે અનુસંધાને તા.૨૪/૦૨/૨૨ ના રોજ માલપુર ગામનો યુવક નામ પરેશભાઇ ભુપેન્દ્રભાઇ તડવી ઇક્કો ગાડી લઇને પોતાના ઘરેથી જેતપુરપાવી માર્કેટમા છાશ વેચવા સારૂ ગયેલ હતો પરંતુ તેના પરિવાર જનોએ મોબાઇલ ઉપર સંપર્ક કરતા મોબાઇલ સ્વીચ ઓફ આવતો  હોય તેની શોધખોળ કરતા તે મળી આવેલ નહી પરંતુ તેની ઇક્કો ગાડી બોડેલી અલ્હાદપુરા દુધ ડેરી પાસે કેનાલ ઉપર લોહીના નિશાનવાળી હાલતમા બિનવારસી મળી આવતા તેના પરિવારજનોએ સંખેડા પોલીસ સ્ટેશન ખાતે જે અંગેની જાણ કરતા સંખેડા પો.સ્ટે. ખાતે ગુમ જાણવા જોગ નં.૦૨/૨૨ થી દાખલ કરી તેની તપાસ હાથ  ધરેલ હતી દરમ્યાન એ.આર.ડામોર પોલીસ સબ ઈન્સ્પેકટર નાઓએ પોતાના અંગત બાતમીદારોથી મળેલ બાતમી તથા ટેકનીકલ સર્વેલન્સ આધારે સંખેડા પોલીસ સ્ટાફના માણસોને લોકેશન આધારે તપાસમા મોકલ તા  સાબરકાંઠા જીલ્લાના ઇડર તાલુકાના મોટા કોટડા ગામેથી આ કામે ગુમ થનાર તથા બોડેલી પો.સ્ટે. ગુમ જાણવા જોગ નં.૦૧/૨૨ ના કામે ગુમ થયેલ હંસાબેન D/O બાબુભાઇ શાંતીભાઇ તડવી મળી આવેલ હોય ગુમ
થયેલ સ્ત્રી તથા પુરૂષ ને સંખેડા પોલીસ દ્વારા શોધી કાઢવામાં સફળતા મળેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220315-WA0079_1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *