Gujarat

સંપ્રદાય ઝગડા માટે નથી, આપણે અંદરોઅંદર લડીશું તો વિધર્મી સામે કોણ લડશે? ઃ શંકરાચાર્ય પૂજય સદાનંદ સરસ્વતીજી

અમદાવાદ
પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં પ્રમુખસ્વામી નગરમાં સંત-મહાપુરુષની વર્તમાન સમયમાં તેમની ભૂમિકા વિષય પર રાષ્ટ્રીય સંત સંમેલન યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં દેશભરમાંથી વૈષ્ણાવાચાર્ય, મહામંડલેશ્વર તેમજ તમામ સંપ્રદાયના સાધુઓ હાજર રહ્યા હતા. દેશભરમાંથી ૨૫૦થી વધુ સંતો, આ ધર્મસભાને સંબોધતાં શંકરાચાર્ય પૂજય સદાનંદ સરસ્વતીજીએ સનાતન ધર્મને એક મંચ પર લઇ જવા માટે દ્વારકાથી યાત્રા કાઢવાની તૈયારી બતાવી હતી. ધર્મ એક જ હોય છે, સાથોસાથ પ્રમુખસ્વામીની સેવાને સૌકોઈએ બિરદાવી હતી. શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીએ જણાવ્યું હતું કે હિન્દુમાં જ હિન્દુત્વ એક થશે. વેદ અને શાસ્ત્ર જ અમારા માટે પ્રમાણ છે. ઓમકારજીનું મૂળ મંત્ર છે માતા-પિતાની જે સેવા દેવતા માનીને કરવામાં આવે છે અને પુનઃ જન્મમાં વિશ્વાસ કરે છે તે હિન્દુ છે. હિન્દુમાં જ હિન્દુત્વ છે. તમે જાતિથી હિન્દુ છો. જન્મથી બ્રાહ્મણ છો અને જન્મથી ક્ષત્રિય છો. વાસ્તવમાં બ્રાહ્મણ ધર્મનું પાલન કરવું જ તમારો ધર્મ છે. અમારી નિષ્ઠા ધર્મ પ્રત્યે હોવી જાેઈએ, સાથે ચાલવા માટે તૈયાર છીએ. દ્વારકાથી યાત્રા શરૂ કરવા તૈયાર છીએ. તમે કહો ત્યાં જઇએ. દરેક સમુદાયને એક કરીએ. સંપ્રદાય એટલા માટે નથી કે બધા અંદરોઅંદર ઝગડા કરો. આપણે અંદરોઅંદર લડીશું, તો વિધર્મી સામે કોણ લડશે અને ધર્માન્તરણ કોણ રોકશે. ધર્મ કે સંપ્રદાયની ઉન્નતિ કરવી હોય તો બીજાની નિંદા ન કરો. તમારી અને અમારી શિક્ષાપત્રીમાં પણ આ વાત લખ્યું છે. સંપ્રદાયની ઉન્નતિ કરવી હોય તો કોઈની નિંદા ન કરો. તેમણે એક ઉદાહરણ આપતાં કહ્યું, ગુરુની બીજા લોકો તમારી નિંદા કરતા હતા. ત્યારે ગુરુએ તેના શિષ્યને કહ્યું, શરીરની નિંદા કરતા હોય તો વાંધો નહીં, કેમ કે એ તો પંચમહાભૂતમાં વિલીન થઇ જાય છે. શરીર તો નિંદનીય જ છે. આત્માની નિંદા કરવામાં આવે તો મારો અને તેમનો આત્મા એક જ છે. અત્યારે હાલના સમયમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ધર્મને લઇને જાગૃતિ આવી છે અને આપણા દેશમાં હિન્દુવાદી સરકાર આવી છે. પ્રજાનું પાલન રાજા કરે છે. અને રાજાનું કામ ધર્મ કરે છે.અને ધર્મનો ઉપદેશ ધર્માચાર્ય કરે છે, એટલે કે આપણા દેશનો રાજા ધર્મનું પાલન કરતો હોવો જાેઇએ. ધર્મસભા સંપન્ન થયા બાદ વિભૂષિત શંકરાચાર્ય પૂજ્ય સદાનંદ સરસ્વતીજીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ધર્મનું પાલન કરવું અને કરાવવું જ સંતોનું કામ છે. સંતોએ જ આયોજન કર્યું હતું અને સંતો જ બેઠા હતા. સંતોનું સમાજને સત્કામ પર ચલાવવાનું જ કામ છે. સારાં કાર્યોમાં તેમનો પ્રવેશ કરાવો. બાળકોના ગળાની નીચે ધર્મને કેવી રીતે ઉતારે એ જ સંતોની જવાબદારી છે. એને પૂરો કરી રહ્યા છે. સનાતન ધર્મ શ્રેષ્ઠ છે. સનાત ધર્મ એક જ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *