સુરત
સુરતના ઘોડદોડ રોડ પ્રિન્સ ટાવર ખાતે રહેતા હેમલ ગાંધી(૪૮) જમીન દલાલ છે. વર્ષ ૨૦૧૨-૧૩માં તેમના નેહલ અનીલે ઉભરાટના દાંતી ગામ ખાતે રોયલ પાલ્મસ ના નામથી પ્લોટોનો આયોજન કર્યું હતું. જેમાં હેમલભાઈએ બુકિંગ એજન્ટ તરીકે લોકો પાસેથી રૂ.૩.૩૮ કરોડથી વધુ લઈ ૧૫૯ પ્લોટનું બુકીંગ કર્યું હતું અને તે નેહલને આપ્યા હતા. જાેકે જમીનના બાકી નાણા ચુકવવામાં નીષ્ફળ જતા પ્રોજેક્ટનું કામ અટકી ગયું હતું અને જમીન માલીક પ્રશાંત નકુમે આ પ્રોજેક્ટ કરવાની તૈયારી બતાવી હતી . ત્યાર બાદ પ્રોજેક્ટ આગળ વધ્યો ન હતો અને રૂપીયા પણ પરત મળ્યા ન હતા. પ્રશાંત નકુમ સાથે મીટીંગ બાદ તેણે ૧.૨૧ કરોડના ૧૯ ચેક આપ્યા હતા . ૩ મહિના બાદ પણ નાણા ન મળતા આખરે નેહલભાઈએ માથાભારે સજ્જુ કોઠારીને રૂપીયા કઢાવી આપવા કહ્યું હતું. જાેકે સજ્જુએ પ્રશાંત નકુમ સાથે ફોન પર વાત કર્યા બાદ સલવાયેલી રકમ પોતે મેળવી લીધી હતી પરંતુ નાણા બ્રોકરને આપવાની જગ્યાયે અન્ય પ્રોજેક્ટના ફ્લેટ આપવાની વાત કરી ડાયરી બનાવી આપી હતી . આ ડાયરી પણ બોગસ બનાવી આપી હોવાની જાણ થતા ફરીથી સજ્જુ કોઠારી પાસે પોતાના નાણાની માંગણી કરવા માટે ગયેલા બ્રોકર હેમલ ગાંધીને સજ્જુ કોઠારી અને તેના સાગરીત મૌલાનાએ પિસ્તોલ અને રિવોલ્વર બતાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આખરે નેહલભાઈએ આ સમગ્ર મામલે અઠવા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા અઠવા પોલીસે સજ્જુ કોઠારી, ગુલામ હુસેન ભોજાણી અને ફારૂક મૌલાના સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.ઉભરાટના દાંતી ખાતે એક પ્રોજેક્ટમાં રોકાણ કરનારા રોકાણકારોના નાણા કઢાવવા માટે બ્રોકરે માથાભારે સજ્જુની મદદ લેવાનું ભારે પડ્યું છે. બ્રોકરે સજ્જુને નાણા કઢાવી આપવા કહ્યું હતું. બિલ્ડર પાસેથી સજ્જુએ નાણા કઢાવી પોતે પચાવી પાડ્યા હતા અને બ્રોકરને સજ્જુ તેમજ મૌલાનાએ રિવોલ્વર અને પિસ્તોલ બતાવી ધમકાવ્યો હતો.
