બોડેલીમાં આવેલી સફાયર પબ્લિક સ્કૂલમાં વિઘ્નહર્તા ,દેવોમાં પ્રથમ એવા ગણેશજીની મૂર્તિ બનાવવાની સ્પર્ધા ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ માટે રાખવામાં આવી. શાળાના વિદ્યાર્થીઓએ માટી, કલ્યે માંથી ઇકોફ્રેન્ડલી ગણેશજીની વિવિધ સ્વરૂપો બનાવ્યા. મૂર્તિનો વિવિધ આભૂષણો દ્વારા શણગાર કરવામાં આવ્યો . વાલી તથા સમાજમાં ઇકો ફ્રેન્ડલી મૂર્તિ વિશેની જાગૃતતા આવે એ માટે સમજ આપવામાં આવી. વિદ્યાર્થીઓનો મૂર્તિ બનાવવા માટેનો અનેરો આનંદ જોવા મળ્યો.
આમ, શાળામાં ગણેશજીની મૂર્તિ બનાવવાની હરીફાઈ રાખવામાં આવી બોડેલી શહેરમાં આવેલી સફાયર પબ્લિક સ્કૂલ ગણેશજીની મૂર્તિ બનાવવાની સ્પર્ધા યોજાઈ જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓએ ખુબ ઉત્સાહથી ભાગ લીધો હતો
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


