સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
ખાદી એટલે મહાત્મા ગાંધીજીનું એક અનોખું સપનું સ્વરોજગારી અને સ્વદેશી જાગરણનું એક અનોખું દ્ર્ષ્ટાંત. હા, હજુ પણ ખાદી કેન્દ્રોમાં એક લટાર મારીએ તો એ મહાત્મા ગાંધીજીની ચળવળની યાદોં પુનઃ માનસપટ પર અંકિત થઈ જાય છે.
આમ તો ખાદીના સ્વપનદ્રષ્ટા એવાં મહાત્મા ગાંધીની પાવન ભૂમિ પર હજુ પણ ગુજરાતમાં ઠેર ઠેર ખાદી કેન્દ્રો ધમધમતા જોવા મળે છે. થોડું આધુનિકરણ થયું પરંતુ ખાદીનો એ મહામંત્ર આ ગુજરાતની ધરતી પર હજુ પણ ગુંજતો જોવા મળે છે. ગુજરાતના અનેક શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ કાંતણ અને વણાટની પ્રવૃત્તિ ચાલે છે.. સ્વરોજગારી માટે ખાદી એ ગ્રામોદ્યોગનું એક અનોખું સ્થાન છે. આવા ગુજરાતના સમગ્ર તમામ ખાદી ગ્રામોદ્યોગની સંસ્થાઓનો સમૂહ એટલે ગુજરાત ખાદી ગ્રામોદ્યોગ સંસ્થાસંઘના મંત્રી તરીકે રાજકોટના પ્રતિનિધિ તરીકે સાવરકુંડલા શહેરના શ્રી પરાગભાઈ ત્રિવેદીની નિમણૂંક થતાં તેમના હિતેચ્છુઓ દ્વારા પરાગભાઈ પર અભીનંદનની વર્ષા થઈ રહી છે. આમ પણ સાવરકુંડલા શહેર એટલે લલ્લુબાપા શેઠની કર્મભૂમિ..ખાદી ગ્રામોદ્યોગ ક્ષેત્રે હવે નવા આયામો સર થાય અને ખાદીને વૈશ્ર્વિક બ્રાન્ડ તરીકે સ્થાપિત કરવા માટે તેમના દ્વારા અથાગ પ્રયત્નો કરવામાં આવશે એમાં કોઈ શંકા નથી.


