આજે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા છોટાઉદેપુર ખાતે આવેલ કુસુમ સાગર તળાવ ની મધ્યમાં સર્વ સમાજના ઉપયોગ માટે લાયબ્રેરી તેમજ પ્રેરણાદાયી આદિવાસી જનનાયક જયપાલસિંહ મુંડાની પ્રતિમા બનાવવા બાબતે છોટાઉદેપુર નગરપાલિકા ખાતે ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું. આદિવાસી સમાજ છોટાઉદેપુર દ્વારા આજના સમયમાં છોટાઉદેપુર જિલ્લામાં સૌથી વધારે જે વિદ્યાર્થીઓને તકલીફો પડી રહે છે અને પોતાનો ભવિષ્ય ઉજવળ કરે એવી કામનાઓ સાથે છોટાઉદેપુર નગરના કુસુમ સાગર તળાવના મધ્યમાં એક સારી લાઇબ્રેરી અને આદિવાસી સમાજના જનનાયક જયપાલસિંહ મુંડા એમની મૂર્તિ ત્યાં બનાવવામાં આવે જેથી કરીને છોકરાઓ ઇન્સ્પાયર થાય કે આપણે ક્યાં જવું જોઈએ અને સમાજની આગળ કઈ રીતે વધારવું જોઈએ છોટાઉદેપુર જિલ્લો એ આદિવાસી અનુસૂચિત પાંચ વિસ્તાર છે જ્યાં આદિવાસી જ પોતે દરેક નિયમો કરી શકે છે અને કાયદાનું અમલ કરી શકે છે છોટાઉદેપુર આદિવાસી વિસ્તાર અનુસૂચિત પાંચ અંતર્ગત રૂઢિગત ગ્રામસભા લાગે છે તો ત્યાં આદિવાસી સમાજની જે માંગણી છે જે છોકરાઓની અંદર ભવિષ્ય છે એ માંગણી સંતોષાય અને સમાજની અંદર શાંતિપૂર્ણ માહોલ બની રહે માટે અમે ઈચ્છે છીએ એમ આદિવાસી સમાજના અગ્રણી જીતેન્દ્રભાઈ રાઠવાએ જણાવ્યું હતું, અને આવેદન પત્ર આપ્યું હતું.
ફોટો લાઈન: સમસ્ત આદિવાસી સમાજ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું ત્યારની તસવીર..
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


