Gujarat

સરકારી કૉલેજ, લીલીયાના પ્રોફેસર ડૉ. કેતન કાનપરિયાને સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા પીએચ.ડીની ગાઈડશીપ આપવામાં આવી.              

સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, લીલીયા, જિ.અમરેલીના ગુજરાતી વિષયના અધ્યક્ષ, ગુજરાતના પ્રતિષ્ઠિત કવિ, લેખક, વિવેચક અને સંશોધક તેમજ લીલીયા તાલુકાના સલડી ગામના વતની ડૉ. કેતન વિનુભાઈ કાનપરિયાને સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, રાજકોટ દ્વારા આર્ટસ વિદ્યાશાખાના ગુજરાતી વિષયમાં પીએચ.ડી.ની ગાઈડશીપ આપવામાં આવી છે. આ પૂર્વે ડૉ. કેતન કાનપરિયાએ “ ગુજરાતી ગઝલમાં ભારતીયતા ” વિષય ઉપર સાત વર્ષ સુધી ગુણવત્તાયુક્ત સંશોધન કરીને સમગ્ર ગુજરાતમાં રીસર્સ સ્કોલર તરીકેની ઉચ્ચ નામના મેળવી છે. તેમના તાજેતરમાં જ પ્રગટ થયેલા પુસ્તક “ ભારતીયતા : એક વિશિષ્ટ ભાવધારા “ ને ઠેરઠેરથી આવકાર મળી રહ્યો છે અને આ પુસ્તક હાલ એમેઝોન અને ફ્લીક આર્ટ ઉપર પણ વાંચકો માટે ઉપલબ્ધ છે. તેમના ભારતીય સંસ્કૃતિ ઉપરના સંશોધનગ્રંથ “ ભારતીયતા : એક વિશિષ્ટ ભાવધારા “ પુસ્તકને વિદેશમાં રહેનારા અને ભારતીય સંસ્કૃતિને જાણવા માંગતા જિજ્ઞાસુ ગુજરાતીઓ પણ અત્યારે હોંશે હોંશે વાંચી રહ્યા છે. ભારતીય સાહિત્ય તથા ભારતીયતાના અભ્યાસી એવા કેતન કાનપરિયાને હવે સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, રાજકોટ દ્વારા આર્ટસ વિદ્યાશાખાના ગુજરાતી વિષયમાં પીએચ.ડી.ની ગાઈડશીપ આપવામાં આવી છે ત્યારે એમને ઠેરઠેરથી અભિનંદન આપવામાં આવી રહ્યા છે.
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20221213-WA0009.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *