ગાંધીનગર
રાજ્યમાં કોરોના કેસમાં સતત ઘટાડો થતાં ધોરણ ૧થી ધોરણ ૯ના ક્લાસ ફરી શરૂ કરવા ખાનગી શાળા સંચાલકો ભારે દબાણ કરી રહ્યા હતા. તેમણે સરકાર સમક્ષ રજૂઆત પણ કરી હતી. આ રજૂઆતને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં અગાઉ શિક્ષણ વિભાગની મહત્ત્વની બેઠક મળી હતી, જેમાં ઓનલાઈન શિક્ષણ આપવાનો ર્નિણય લેવાયો હતો.રાજ્ય સરકારે સોમવારથી સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પરામર્શ અને કોર ગ્રુપમાં ચર્ચા કર્યા બાદ તેમની સૂચના પ્રમાણે કોરોનાના કેસો રાજ્યમાં ઓછા થતાં અને વિદ્યાર્થીના અભ્યાસમાં મુશ્કેલી ન થાય તે હેતુથી સોમવાર ૭મી ફેબ્રુઆરીથી જૂની ર્જીંઁ (કોરોનાની ગાઈડલાઇન) પ્રમાણે ધોરણ ૧થી ૯નું ઓનલાઇન અને ઓફલાઇન શિક્ષણકાર્ય વાલીઓની સંમતિ સાથે શરૂ કરવામાં આવશે. ૭મી જાન્યુઆરીથી ઓફલાઈન શિક્ષણકાર્ય બંધ કરાયું હતું. રાજ્ય સરકારના પ્રવક્તા અને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કોર કમિટીના આ ર્નિણયની ભૂમિકા આપતા જણાવ્યું હતું કે, ૫ ફેબ્રુઆરી સુધી રાજ્યમાં ધોરણ ૧થી ૯ના વર્ગોમાં માત્ર ઓન લાઇન શિક્ષણ જ ચાલુ રહેશે. તેમણે કહ્યું કે રાજ્ય સરકારે આ અગાઉ ગત તા. ૭મી જાન્યુઆરીએ ર્નિણય કર્યો હતો કે તા. ૩૧ જાન્યુઆરી સુધી ધોરણ ૧ થી ૯ના વર્ગોમાં ઓફલાઈન શિક્ષણ બંધ રાખવામાં આવશે. રાજકોટ ર્સ્વનિભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી. મહેતાએ જણાવ્યું હતું કે છેલ્લા બે માસથી બાળકો ફરી શાળાએ આવવાનું શરૂ થતાં ધીમે ધીમે સેટ થયાં હતાં અને ભણવાનું સારી રીતે શરૂ કર્યું હતું. ત્યારે ફરી એક વખત શાળા બંધ થતાં વિદ્યાર્થીઓને મોટો લોસ થઇ રહ્યો છે. આ સાથે ઓનલાઇન શિક્ષણમાં બાળકોનું ચીડિયા થવું, આંખમાં દેખાવાની સમસ્યા, મોબાઇલનું વળગણ વગેરે દૂષણનો ભય પણ વાલીઓને સતાવતો હોય છે, એવું મનોવિજ્ઞાનના સર્વેમાં પણ સામે આવ્યું છે. ત્યારે બાળકોના હિતને ધ્યાનમાં રાખી શાળા શરૂ કરવામાં આવે એવી અમારી માગ છે


