પાટડી
પાટડી પોલીસે મળેતી બાતમીના આધારે સવલાસ ગામમાં દરોડો કરી ૭ જુગારીઓ ઝડપી પાડ્યાં હતા. પાટડી પોલીસે જુગારનો દરોડો પાડી સવલાસ ગામે તળાવની પાળ ઉપર ખુલ્લી જગ્યામાં જાહેરમાં જુગાર રમતા રાજુભાઇ દેવજીભાઇ કોલાદરા,મનસુખભાઇ લધુભાઇ અજાણી, કલ્પેશભાઇ કાનજીભાઇ કોલાદરા, મુકેશભાઇ બચુભાઇ વડદરીયા , જાયમલભાઇ ચતુરભાઇ ઓડુચા, મહેશભાઇ દેવસીભાઇ પરમાર રહે તમામ સવલાસ જ્યારે ધ્રાંગધ્રાના થળા ગામના ચંદુભાઇ શંકરભાઇ પાડલીયા ને ઝડપી પાડ્યા હતા.તેમની પાસેથી ગંજીપાના અને રોકડા રૂ. ૧૦,૯૦૦ અને મોબાઇલ નંગ- ૭, કિંમત રૂ. ૧૭,૦૦૦ મળી કુલ રૂ. ૨૭,૯૦૦ના મુદામાલ જપ્ત કરાયો હતો. પાટડી પોલીસના આ દરોડામાં પીએસઆઇ ડી.જે.ઝાલા, દાનાભાઇ અને ભાવાર્થભાઇ સહિતનો પોલિસ સ્ટાફ સાથે હાજર હતો. આ કેસની વધુ તપાસ પાટડી પોલિસ મથકના રસિકભાઇ પનારા ચલાવી રહ્યાં છે.પાટડીના સવલાસ ગામમાં જાહેરમાં જુગાર રમતા ૭ જુગારીઓ ઝડપાયા હતા. આથી પાટડી પોલીસે જુગારીઓને રોકડ અને ૭ નંગ મોબાઇલ મળી કુલ રૂ. ૨૭,૯૦૦ના મુદામાલ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

