ગાંધીનગર
સાંતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતી સગીરા પર ત્રણ નરાધમઓ નહેરમાં ફેકી દેવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ ગુજારી સગીરાને કેનાલ ઉપર છોડીને ભાગી ગયા હતા. સગીરાએ ઘરે આવીને પરિવારજનોને જાણ કરતાં સગીરાના પિતાએ સાંતલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે સગીરા પર દુષ્કર્મની ઘટનાને લઈને રાધનપુર ડીવાયએસપી હરદેવસિંહ વાઘેલા દ્વારા આ મામલાની તપાસ સાંતલપુર પોલીસ સ્ટેશનેના પીઆઈ ચિરાગ ગોસાઈને તપાસ સોંપવામાં આવી છે. સાંતલપુર પોલીસે પર આ ઘટનાની ઝીણવટ ભર્યી તપાસ શરૂ કરી છે.પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતી સગીરાને ત્રણ નરાધમોએ ગાડીમાં બેસાડી નર્મદા કચ્છ કેનાલ ઉપર લઈ જઇને સગીરા ઉપર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. પોલીસે ફરિયાદના આધારે આરોપીઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યાં છે.


